બેંગ્લોરનાં ભૂતપુર્વ કોર્પોરેટરનાં ઘરેથી 40 કરોડની જુની નોટો મળી આવી

નવી દિલ્હી : બેંગ્લોર પોલીસે શુક્રવારે પાડેલા દરોડામાં પુર્વ કોર્પોરેટરની ઓફીસમાંથી 40 કરોડ રૂપિયાની જુની નોટો જપ્ત થઇ હતી. હેન્નુર પોલીસ સ્ટશનનાં ઇન્સપેક્ટર એન.શ્રીનિવાસને જણાવ્યું કે કોર્ટ દ્વારા પુર્વ કોર્પોરેટરની વિરુદ્ધનાં એક ક્રિમિનલ કેસ મુદ્દે વોરન્ટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. જેના અંતર્ગત નાગરાજન(54)ના ઘરે દરોડા પાડ્યા હતા. જ્યાં અમે બંધ થયેલી 500 અને 1000ની કુલ 54 કરોડ રૂપીયાની જુની નોટો મળી આવી હતી.

જો કે પોલીસે જ્યારે સવારે 5.00 વાગ્યે દરોડા પાડ્યા ત્યારે નાગરાજન હાજર નહોતા. જો કે પોલીસને નાગરાજનનાં ઘરમાં પ્રવેશમાં પણ ઘણી તકલીફ પડી હતી. તેમનાં પરિવારનાં લોકોએ દરવાજો ખોલ્યો નહોતો જેનાં કારણે પોલીસે લુહારની મદદઇથી મેઇન ગેટનું તાળુ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. શ્રીનિવાસને આ અંગે જણાવ્યું કે હજી પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે વધારે માહિતી મળશે તેમ મીડિયાને માહિતગાર કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બર, 2015નાં દિવસે સરકારે તમામ 500 અને 1000ની નોટને રદ્દ કરવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ પોલીસ અને આઇટી ઉપરાંત વિવિધ વિભાગો દ્વારા સતત દરોડા પાડીને મોટા પ્રમાણમાં નોટો જપ્ત કરવામાં આવી છે. ઉપરાંત કરચોરી પણ મોટા પ્રમાણમાં પકડવામાં આવી છે.

નાગરાજન નોટબેન બાદથી જ નોટનાં કાળા ધોળા કરવામાં સંડોવાયેલ હોવાનો પોલીસને શંકા હતી. 2002માં તે બેંગ્લોર કોર્પોરેશનમાંથી અપક્ષ તરીકે પ્રકાશનગર સિવિક વોર્ડમાં ઉભા રહ્યા અને કોર્પોરેશનની ચૂંટણી જીતી હતી.

You might also like