શાહરૂખ, આમીર સહિત 40 બોલિવૂડ હસ્તીઓની સુરક્ષા ઘટાડાઇ

મુંબઇ પોલીસે બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષાને લઇને મોટા ફેરફારનું એલાન કર્યું છે. હવેથી શાહરૂખ અને આમીર ખાન સહિત 40 જેટલા બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા ઘટાડી દેવામાં આવશે.

શાહરૂખ અને આમીરે પાછલા દિવસોમાં દેશમાં વધી રહેલી અસહિષ્ણુતા મામલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જેના કારણે તેમની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. મુંબઇ પોલીસને અનુસાર હવે આ મામલો શાંત પડી ગયો છે અને આ એક્ટર્સને કોઇ પણ પ્રકારનું જોખમ નથી. તેવામાં માત્ર બે હથિયારધારી સૈનિકો તેમની સુરક્ષા માટે હાજર રહેશે. સૂત્રોને અનુસાર શાહરૂખ ખાને પોતે જ સુરક્ષા ઘટાડવા માટેનો પ્રસ્તાવ આપ્યો હતો.

મુંબઇ પોલીસને અનુસાર પહેલાં 40 બોલિવૂડ સ્ટાર્સને સુરક્ષા આપવામાં આવતી હતી જોકે હવે માત્ર 15ને જ સુરક્ષા આપવામાં આવશે. જે બોલિવૂડ સ્ટાર્સને ધમકીઓ મળી છે તેમને જ સુરક્ષા અપાશે.

You might also like