મોદીની લોકપ્રિયતામાં ઘટાડો, છતાં 57% લોકો સરકારનાં કામથી સંતુષ્ટઃ સર્વે

ન્યૂ દિલ્હીઃ કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વવાળી એનડીએ સરકારનાં આ મહીને ચાર વર્ષ પૂર્ણ થયાં છે. લોકોને “અચ્છે દિન”નો વાયદો કરીને સત્તામાં આવનાર મોદી સરકારની લોકપ્રિયતામાં તાજેતરનાં દિવસોમાં ઘણો ઘટાડો થતો જોવાં મળ્યો છે. ભાજપે 2019ની લોકસભા ચૂંટણીની તૈયારીઓને સારો એવો ઓપ આપવા માટે “48 વર્ષ બનામ 48 મહીના”નું સૂત્ર આપ્યું છે.

તાજેતરમાં જ સિટીઝન એન્ગેજમેન્ટ પ્લેટફોર્મ લોકલ સર્કિલે તાજેતરમાં જ એક સર્વે કર્યો છે. આ સર્વેનાં જણાવ્યા મુજબ આગામી ચૂંટણીમાં મોદી સરકારને સત્તા વિરોધી લહેરનો પણ સામનો કરવો પડી શકે એવી સંભાવના છે.

લોકપ્રિયતામાં ઘટાડોઃ
સર્વેમાં અનેક મોરચાઓ પર આંકડાઓ મોદીની વિરૂદ્ધમાં જોવાં મળી રહ્યાં છે તો આ સાથે જ બીજી બાજુ નોટબંધી જેવાં મુદ્દાઓ પર પીએમ મોદીને થોડી રાહત મળેલ છે. સર્વેનાં જણાવ્યા અનુસાર છેલ્લાં બે વર્ષોમાં મોદી સરકારનાં કામો પર સંતોષ વ્યક્ત કરનારા લોકોમાં 7%નો ઘટાડો જોવાં મળી રહ્યો છે.

જો કે આ ઘટાડો સતત જોવાં મળી રહ્યો છે. સર્વેમાં ભાગ લેનારા 57% લોકો નરેન્દ્ર મોદીની સરકારનાં કામોથી સંતુષ્ટ છે. વર્ષ 2016માં 64 ટકા લોકોને સરકારનાં કામથી સંતુષ્ટ થયો હતો તો ત્યાં 61 ટકા લોકોને મોદી સરકારનાં કામકાજથી ખુશ હતાં. પરંતુ 2017માં આ બંને આંકડાઓમાં 4 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

You might also like