એનડીએ સરકારના ચાર વર્ષ પુરા થવા પર સુષ્મા સ્વરાજે સરકારના કામોનું અભિવાદન કર્યુ છે. આ દરમ્યાન તેમણે પાકિસ્તાન પર પણ પ્રહાર કર્યા છે. તેમણે એક સવાલના જવાબમાં કહ્યુ કે અમે પાકિસ્તાન સાથે વાત, કરવા માટે તૈયાર છીએ પરંતુ આતંકવાદને છોડીને વાતચીત માટે ટેબલ પર આવવું પડશે. આતંક અને વાતચીત એક સાથે નથી થઈ શકતી. તેમણે કહ્યુ કે સરહદ પર અરથીઓ ઉઠી રહી હોય ત્યારે વાતચીતની અવાજ સારી નથી લાગતી. સરહદ પર રોજ ગોળીબાર થતો હોય અને સૈનિકોને મારવામાં આવી રહ્યા હોય ત્યારે એવી પરિસ્થિતીમાં આપણે વાતચીત નથી કરી શકતા. અમે પાકિસ્તાનને ચોખ્ખુ કહ્યુ છે કે વાતચીત માટે આતંકને છોડવો જ પડશે.
તેમણએ આ દરમ્યાન પ્રધાનમંત્રી મોદીના પણ પેટ ભરીને વખાણ કર્યા. તેમણે કહ્યુ કે આ સરકાર પહેલા એવા કોઈ પ્રધાનમંત્રી નથી આવ્યા જેમણે ભારત બહાર વસનારા ભારતીયો સાથે આ રીતે સંવાદ કર્યો હોય. પીએમ મોદીએ એરિકાના અમેરિકા મેડિસિન સ્પેયર્સ સાથે જનકપુરના મેદાન સુધી લાખો લોકો સાથે વાત કરી.
તેમણે પોતાન વખાણ કરતા કહ્યુ કે તેઓ સરકારની પહેલી વિદેશ મંત્રી છે જેમણે ટ્વીટરના માધ્યમથી લાખો દુખિયાઓનું ફક્ત દુઃખ દર્દ સંભળ્યુ નહી પણ તરતજ નિવારણ પણ કર્યુ છે. સરકારના પહેલા મંત્રી છે વી કે સિંહ જેમણે આર્મી ચીફથી નિવૃત્તિ બાદ પણ ખરા તડકામાં ફિલ્ડમાં ઉભા રહીને ભારતીઓના નિકાસનું નેતૃત્વ કર્યુ છે. તેમણે કહ્યુ કે તમને હેરાની થશે કે અત્યાર સુધી 90 હજારથી વધારે લોકોને વિદેશોથી નિકાળીને લાવ્યા છે.