ડોક્ટરોનો અદભુત કરિશ્મા!, દેશમાં પ્રથમ વાર 4 વર્ષની બાળકીની ખોપડીનું સફળ ટ્રાન્સપ્લાન્ટ

મહારાષ્ટ્રઃ પૂણેમાં ડોક્ટરોએ એક કરિશ્મા કરીને દેખાડ્યો છે. ડોક્ટરોએ 4 વર્ષની બાળકીને 60 ટકા ડેમેજ થયેલ ખોપડીને ઇમ્પાન્ટ કરી દીધું. બાળકીની ખોપડી માર્ગ અકસ્માતમાં સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ હતી. જ્યાર બાદ 3D પોલિથિલીન બોનથી સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. ચાર વર્ષની આ બાળકીનું આ ઓપરેશન દેશનું પ્રથમ સ્કલ ટ્રાન્સપ્લાન્ટ બતાવવામાં આવી રહેલ છે.

આ સિંથેટિક બોન એક અમેરિકી કંપની દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ સ્કલનાં મોડલનાં માપ અને આકારનાં અનુસાર બનાવવામાં આવી હતી. ડોક્ટરોનો એવો દાવો છે કે આ દેશનું પ્રથમ સફળ ખોપડીનું ટ્રાન્સપ્લાન્ટ છે. ગયા વર્ષે 31 મેંનાં રોજ શિરવાલમાં થયેલ એક સડક દુર્ઘટનામાં બાળકીને ઉંડી ચોટ આવી હતી અને ખોપડીનો એક ભાગ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગયો હતો. બાળકીને ત્યારે બે ભારે સર્જરી બાદ ઘરે મોકલી દેવામાં આવી હતી. ડોક્ટરોએ આ વર્ષે તેને ફરી વાર હોસ્પિટલમાં ભરતી કરી અને સફળતાપૂર્વક તેની ખોપડીનું પ્રત્યારોપણ કર્યું.

બાળકીની સારવાર કરવાવાળી ભારતી હોસ્પિટલનાં ડોક્ટર જિતેન્દ્ર ઓસવાલે કહ્યું કે, આ દુર્ઘટના બાદ બાળકીને અચેત અવસ્થામાં હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. તેનાં માથેથી ખૂબ લોહી પણ નીકળી રહ્યું હતું. ત્યારે તેને તુરંત વેંટિલેટર પર રાખવામાં આવી. સીટી સ્કેનથી માલૂમ થયું કે તેની સ્કલની પાછળનાં હાડકામાં ફ્રેક્ચર થયું છે જેથી તે ભાગ સૂઝી ગયો હતો.

બે મુશ્કેલ સર્જરી કર્યા બાદ તેને પરત મોકલી દેવામાં આવી હતી પરંતુ તે સહજ ન હોતી. તેની ખોપડીનું ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે તેને ફરી વાર હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં. કલાકો સુધી ચાલેલ મુશ્કેલ ઓપરેશન દરમ્યાન તે ખોપડીનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં સફળ રહ્યાં. બાળકીની માએ જણાવ્યું કે, તે હવે સ્કૂલ જઇ રહેલ છે અને તેમજ તે પહેલાંની જેમ ખુશ જ છે.

You might also like