જો ઓફિસમાં હોય અફેર તો છુપાવવા માટે રાખો આ 4 વાતોનું રાખો ધ્યાન…

પ્રેમને છુપાવવો સરળ નથી, અને જો આ પ્રેમ ઓફિસમાં કોઈ કલીગ સાથે થઈ જાય તો છુપાવવો મુશ્કેલ થઈ જતો હોય છે. હંમેશા એવુ જોવા મળ્યુ છે કે ઓફિસમાં તમે જે વ્યક્તિ સાથે વધુ સમય ગાળો છો તેની સાથે તમારી નિકટતા વધવા લાગે છે અને પ્રેમમાં બદલાઈ જાય છે. સાથે ખાવુ, સાથે આવુ-જવુ એટલે સુધી કે તેની જગ્યા પર જઈને તેની સાથે વારંવાર તેની સાથે વાત કરવી તે આપના ઓફિસ રૂટિનામાં સમાવેશ થઈ જાય છે. કેટલાક લોકો ઓફિસમાં ખુલ્લેઆમ પ્રપોઝલ સ્વીકારી લેતા હોય છે તો કોઈ આ પ્રેમને છુપાવીને રાખતા માંગે છે. તો જાણો એવી કેટલીક ટ્રીક કે જેનાથી તમે ઓફીસમાં પ્રેમ છુપાવીને રાખી શકો છો.

સાથે ન દેખાવવુ

જ્યારે પ્રેમનું જુનુન લોકો પર સવાર થઈ જાય છે ત્યારે વધારે એકબીજા સાથે જ રહેવાનું પસંદ કરતા હોય છે. એવામાં તમારા પ્રેમને ઓફિસમાં છુપાવવા માંગો છો તો સૌથી પહેલા સાથે દેખાવાનું બંધ કરો. એવુ એટલા માટે કેમકે જ્યારે તમે પ્રેમ કરો છો તો તમારા વર્તાવથી જ લોકોને તમારા સંબંધો વિશે ખબર પડી જતી હોય છે.

ઈગ્નોર કરતા શીખો

એક બીજાને જોઈને એવુ વર્તન કરો તે તમે ખાલી મિત્ર છો, જો તમારો પાર્ટનર કોઈ બીજા ડિપાર્ટમેન્ટમાં છે તો તેની સાથે વારંવાર વાત કરવી એ પમ તમારા સંબંધોની પોલ ખોલી દે છે. જેથી કોશિશ કરો કે એકબીજાને ઈગ્નોર કરી શકો.

સીટ પર ન લગાવો ચક્કર

ઓફિસના કલીગ સાથે જો તમને પ્રેમ થઈ જાય તો છોકરો અને છોકરી બંન્ને ઈચ્છે એક બીજા સાથે વાતો કરે જેથી કોઈ કામ હોય કે ન હોય પોતાના પાર્ટનરની સીટ પર ચક્કર લગાવવા લાગતા હોય છે. આવુ કરવાથી લોકોને તમારા સંબંધો પર શક તો પડે જ છે.

દેવદાસ ન બનો

એક પાર્ટનરનું રજા પર જવું બજા પાર્ટનરનું ઉદાસ રહેવુ તે લોકોના મનમાં શક પેદા કરે છે. એવામાં તમે તમારા પાર્ટનરનનું ઓફીસમાં ન હોવા પર એવુંજ વર્તન રાખો જેવું રોજ રાખો છો.

You might also like