ઘાટલોડિયામાં 4 હજાર પાટીદારોનાં નામ ડિલીટ, હાર્દિકના સાથીદારને પોલીસે અટકાવ્યો

અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે વહેલી સવારથી જ મતદાન શરૂ થઇ ચુક્યું છે. આ વખતની ચૂંટણીમાં પાટીદાર સેક્ટરને લઇને ભાજપ મુંઝવણમાં છે. અનામતની માગ કરી રહેલા પાટીદારો ભાજપ વિરુદ્ધ યુદ્ધે ચડ્યા છે ત્યારે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાંથી 4 હજાર પાટીદારોનાં નામ એક સાથે મતદાર યાદીમાં ડિલીટ થઇ જતાં હોબાળો મચી ગયો છે. બીજી તરફ સુરતમાં હાર્દિક પટેલના સાથીદાર વિપુલ પટેલ પાટીદારના લખાણવાળી ટી શર્ટ પહેરીને મતદાન કરવા જઇ રહેલો હોઇ પોલીસે તેને અટકાવ્યો હોવાના પણ સમાચાર મળ્યાં છે.

મળી રહેલી માહિતી પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ઘાટલોડિયા વિસ્તારમાં 30 થી 40 જેટલી સોસાસયટીઓમાં મતદાન કરવા પહોંચેલા 4 હજાર જેટલાં પાટીદારોનાં નામ લીસ્ટમાંથી ડિલીટ થઇ ગયા હતા. લીસ્ટમાં તેમના નામની સામે લાલ લીટી મારી દેવામાં આવી હતી. આ તમામ પાટીદારો અત્યારે મતદાન બુથની સામે બેસીને વિરોધ કરી રહ્યાં છે.

You might also like