બે યુવતી અને એક યુવાને ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી નાખ્યું

અમદાવાદ, સોમવાર
શહેરનાં સરસપુર, નારોલ અને ‍ખોખરામાં આત્મહત્યાના ત્રણ બનાવ બનવા પામ્યા હતા જેમાં બે યુવતી અને એક યુવાને ઝેરી દવા પી લઇ જીવન ટૂંકાવી નાખતા પોલીસે આ અંગે ગુના દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે, નવા નરોડામાં શ્રીહરિ એવન્યુમાં રહેતી હિમાલીબહેન જૈમિનભાઇ પટેલ નામની ર૩ વર્ષીય યુવતીએ સરસપુરમાં સાળવીવાડ ખાતે રહેતા તેના નાના-નાનીનાં ઘરે રાત્રીના સમયે ઝેરી દવા પી લેતા તેને ગંભીર હાલતમાં શારદાબહેન હોસ્પિટલમંા ખસેડાઇ હતી જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું.

આ પરિણીતાના અપઘાત કરવા પાછળનું કોઇ ચોક્કસ કારણ હજુ સુધી પોલીસને જાણવા મળ્યું નથી. જ્યારે નારોલ વિસ્તારમાં આવેલ શ્રીરામ રેસિડન્સી ખાતે રહેતી ભાવનાબહેન રમેશભાઇ પરમાર નામની ર૦ વર્ષીય યુવતીએ પણ પોતાના ઘરમાં ઝેરી ગોળીઓ ખાઇ લેતા તેનું પણ એલ.જી. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું હતું. આ ઉપરાંત ખોખરામાં સીટીએમ નજીક પવિત્રકુંજ સોસાયટી સામે આવેલ હનુમાનનગર વિભાગ-રમાં રહેતા અમિત ગ્યાનેસર પવાર નામના ૩ર વર્ષીય યુવાને પણ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેને પણ ગંભીર હાલતમાં એલ.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બાપુનગરમાં યુવાને ભેદી સંજોગોમાં ગળાફાંસો ખાતાં ભારે ચકચાર
બાપુનગર વિસ્તારમાં રહેતા એક યુવાને ભેદી સંજોગોમાં ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. બાપુનગર વિસ્તારમાં રઘુનાથ સ્કૂલની પાછળ આવેલ હરિઓમ સોસાયટીમાં વિભાગ-રમાં રહેતા ગિરીશભાઇ બાબુભાઇ પંડ્યા નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી નાખ્યું હતું.

You might also like