ભારતનો જડબાતોડ જવાબ, પાકના 4 સૈનિક ઠાર

નવી દિલ્હી :  પાક સેના તરફથી કરવામાં આવેલી ફાયરિંગમાં રાજોરીના તરકુંડી સેક્ટરમાં એક જવાન નાયક મુદસીર અહમદ શહીદ થયો છે. તો સીમા પર પણ ઘણું નુકસાન થયું છે. પાક સેના તરફથી કરવામાં આવેલી ફાયરિંગમાં પૂંછના બાલાકોટ સેક્ટરના ઘરોટી ગામમાં પાંચ વર્ષની બાળકીનું મોત થયું છે. પાક સેના બાલાકોટ સેક્ટરમાં મોટા પ્રમાણમાં ફાયરિંગ કરી રહ્યું છે. પાક સેનાની ફાયરિંગમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઇ છે.

તો રવિવારની સાંજે પાકિસ્તાની રેંજર્સની બીટિંગ રિટ્રીટ સેરેમની કરતી વખતે એવો તો જોશમાં આવી ગયો કે પોતાનો હોશ ખોઇ બેઠો. રિટ્રીટ સેરેમની સમયે પાકિસ્તાની રેંજર્સ પડી ગયો હતો. જેના કારણે માત્ર ભારતીય જ નહી પણ પાકિસ્તાની દર્શકોએ પણ હોબાળો કર્યો હતો.

હુસૈનીવાલામાં રવિવારની સાંજે રિટ્રીટ સેરેમની સમયે પાકિસ્તાની રેંજર પડી ગયો હતો. ત્યાં ઉપસ્થિત લોકોએ આ વીડિયો બનાવી લીધો. સીમા પર કરવામાં આવી રહેલી ફાયરિંગનો ભારતીય જવાનો તરફથી જડબાતોડ જવાબ આપવામાં આવ્યો, અને તેમાં પાકિસ્તાનના ચાર જવાનો માર્યા ગયા છે.

You might also like