સેનાએ LOC પાર 4 પાકિસ્તાની ચોકીઓનો કર્યો નાશ

જમ્મુ કાશ્મીર: જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી થઇ રહેલા સતત ફાયરિંગ વચ્ચે સેનાએ ઉત્તર કાશ્મીરના કુપાવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખાને પાર કરીને જબરદસ્ત હુમલામાં પાકિસ્તાની ચોકીઓનો નાશ કરી દીધો છે. સેનાના એક અધિકારીએ કહ્યું કે કેરન સેક્ટરમાં જોરદાર હુમલામાં ચાર પાકિસ્તાની ચોકીઓનો નાશ કરી કર્યો છે.

તેમણે કહ્યું કે પાકિસ્તાન તરફ ભારે નુકસાન થયું છે. આ પહેલા દિવસમાં કેરન સેક્ટરમાં પાકિસ્તાની સૈનિકોના સંઘર્ષવિરામ ઉલ્લંઘનના જવાબમાં આ ગોળીબાર કરવામાં આવ્યો. હુમલામાં બીએસએફનો એક જવાન અને એક મહિલા ઘાયલ થઇ ગઇ.

શુક્રવારે માછિલ સેક્ટરમાં પાકિસ્તાની સેનાની ફાયરિંગની આડમાં આતંકીઓએ સૈનિકો પર હુમલો કર્યો હતો. જેમાં સિખ લાઇટ ઇન્ફેન્ટ્રીનો એક જવાન શહીદ થઇ ગયો. બોર્ડર પર આતંકીઓની ઘૂસણખોરી માટે પાકિસ્તાન સતત ગોળીબાર કરી રહ્યું છે. પાકિસ્તાનના ફાયરિંગમાં કુપવાડાના માછિલમાં નિતિન સુભાષ નામનો એક જવાન શહીદ થઇ ગયો.

પાકિસ્તાન તરફથી સીમા વિસ્તારમાં થઇ રહેલા ગોળીબારથી બોર્ડર વિસ્કારમાં રહી રહેલા લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવા પડ્યો હતો. બોર્ડર પર આશરે 40 ગામના 1 લાખથી વધારે લોકોને બંકરો અને શિવિરોમાં રાખવામાં આવ્યા છે.રવિવારે પણ બીએસએફના આરએસ પુરા, સાંબા અને હીરાનગરમાં થોડા થોડા અંતરમાં ફાયરીંગ થઇ રહ્યું છે.

You might also like