આત્મઘાતી બેલ્ટ સાથે ભારતમાં ઘૂસી શકે છે 4 આતંકવાદીઓ, પોલીસ દ્વારા એલર્ટ જાહેર

નવી દિલ્હી: દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને ઇનપુટ મળ્યા છે કે પાકિસ્તાનથી ત્રણ આતંકવાદી દેશમાં ઘૂસી શકે છે. આતંકવાદીઓએ પંજાબના એક સ્થાનિક નાગરિકની સાથે લખ્યું છે. આ કોઇ મોટી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યાં છે.

પંજાબના ડીજીપી લો એન્ડ ઓર્ડર દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના અનુસાર આતંકવાદીઓ પાસે ગ્રે કલરની એક સ્વિફ્ટ ડિઝાયર કાર છે. કારનો નંબર JK-01 AB-2654 છે. તેમની પાસે ભારે માત્રામાં હથિયાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આતંકવાદી બુધવારે રાત્રે બનિહાલ સુરંગ પાર કરી ભારતમાં ઘૂસશે. તેમનો ટાર્ગેટ દિલ્હી, ગોવા અને મુંબઇ હોઇ શકે છે.

આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની સૂચના બાદ હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ધાર્મિક સ્થળો, રેલવે સ્ટેશનો અને રેલવે ટ્રેક પર નજર રાખવામાં આવી રહી છે.

You might also like