બિઝનોરમાં છેડતી બાદ બે સમુદાયોમાં સંધર્ષ : 4નાં મોત 20 ઘાયલ

બિઝનોર : ઉત્તરપ્રદેશનાં બિઝનોર જનપદનાં જિલ્લા મુખ્યમથક પર શુક્રવારે સવારે બે સમુદાયોની વચ્ચે હિંસક સંધર્ષ ચાલુ થઇ ગયો. સંધર્ષ દરમિયાન થયેલ ગોળીબારમાં 4 લોકોનાં મોત નિપજ્યા હતા. આ ઘટનામાં 20 જેટલા લોકો ઘાયલ પણ થયા હતા. રિપોર્ટ અનુસાર એક યુવતીની છેડતીની કથિત ઘટના બાદ ઘર્ષણ સર્જાયું હતું.

મળતી માહિતી અનુસાર શાળાએ જઇ રહેલી એખ યુવતી સાથે છેડછાડની એખ ઘટના બાદ તણાવ ફેલાયો હતો. ઘટનામાં ઘાયલોમાંથી 5ની હાલત ગંભીર છે. ગંભીર રીતે ઘાયલોને મેરઠ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસનાં અનુસાર બિઝનોર નીજીબાબાદ માર્ગ પર આવેલ પેદા ગામમાં છેડતીની કથિત ઘટનાં થઇ હતી. ત્યાર બાદ બે સમુદાયોની વચ્ચે મારપીટ ચાલુ થઇ ગઇ હતી.

માહિતી મળતાની સાથે જ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે જણાવ્યું કે સંધર્ષ દરમિયાન બંન્ને પક્ષોએ એકબીજા પર પત્થર મારો કર્યો હતો. એક સમુદાયનાં કેટલાક લોકોએ કથિત રીતે ગોળીબાર પણ કર્યો હતો. જેમાં 3 લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા હતા. ઘટના બાદ એક ડઝન લોકો ઘાયલ થયા છે, જેને સારી સારવાર માટે મેરઠ મોકલવામાં આવ્યા છે. સમાચાર છે કે એક ઘાયલનું મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું હતું.

પોલીસનાં ઉચ્ચ અધિકારી ભારેદળ સાથે ગામમાં હાજર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસે 6 લોકોની કસ્ટડીમાં લીધા છે. પોલીસનું કહેવું છે કે ઘટનાં બાદ પરિસ્થિતી હજી પણ તંગ છે, જો કે સ્થિતી નિયંત્રણમાં છે.

You might also like