પાક.એ કરેલ ગોળીબારમાં 4જવાનો શહિદ, શહિદની માતાએ કહ્યું, ‘4ના બદલે 40 મારો’

પાકિસ્તાન તરફથી સતત કરવામાં આવી રહેલ સીઝફાયરના ઉલ્લંઘનથી હવે ભારતીયોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાજપના સાંસદ સુબ્રમણ્યિમ સ્વામીએ પણ રોષ વ્યક્ત કરતાં કહ્યું છે કે, ‘હું તો શરૂઆતથી જ કહેતો આવ્યો છું કે યુદ્ધની તૈયારી કરો અને પાકિસ્તાનના ચાર ટુકડા કરો.’

તેમણે એવું પણ કહ્યું હતું કે, હવે વાતચીતનો વિકલ્પ રહ્યો જ નથી. હવે આ પાકિસ્તાને હદ વટાવી દીધી છે. પાકિસ્તાનના આતંકીઓથી ચીન પણ પરેશાન છે. ચીને પણ પાકિસ્તાનને ચેતવણી આપી દીધી છે.

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહિરે પાકિસ્તાનની નાપાક હરકત પર પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે, પાકિસ્તાનને માફ કરવું જોઈએ નહીં. પાકિસ્તાન જે કરી રહ્યું છે, તે મૂર્ખતા છે. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવશે. તેણે કિંમત ચૂકવવી પડશે.

ઉલ્લેખનીય છે કે રવિવારે પાકિસ્તાને કરેલ ફાયરિંગમાં કેપ્ટન કપિલ કુંડૂ સહિત 4 જવાનો શહિદ થયા હતા. શહિદની માતાએ પણ ગુસ્સો ઠાલવતાં કહ્યું હતું કે, પાકિસ્તાનના 4ને બદલે 40 મારો. આર્મીના ઉપ પ્રમુખે પણ કહ્યું છે કે, ‘ભારત જવાબ આપતું રહેશે અને કાર્યવાહી જ જવાબ આપશે.’

પાકિસ્તાને કર્યું સીઝફાયર, 84 સ્કૂલો બંધ
પાકિસ્તાને રવિવારે રાજૌરી જિલ્લાની બોર્ડરે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. જેમાં એક કેપ્ટન સહિત 4 જવાનો શહિદ થયા હતા. આ ગોળીબારના કારણે 84 સ્કૂલો પણ બંધ રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા ગોળીબારમાં સ્થાનિકો પણ ઘાયલ થતા હોય છે.

You might also like