અમેરિકામાં કાર અકસ્માતમાં ચાર ગુજરાતીના મોત, મહિલાને ઇજા

અમદાવાદ: અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યના સ્ક્રેન્ટન વિસ્તારમાં ગત ૨૨મીએ રાત્રે સર્જાયેલા કાર અકસ્માતમાં ચાર ગુજરાતી સહિત પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નિપજયા છે. જયારે એક મહિલાની હાલ સારવાર ચાલી રહી છે.

અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યના સ્ક્રેન્ટન વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં સેવા બજાવતા પાંચ હરિભકતો ગત ૨૨ તારીખે રાત્રે પોતાનાનોકરીધંધાર્થેથી કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે રોંગ સાઇડમાં આવી રહેલી કાર સાથે અકસ્માત સર્જાતા ત્રણ ગુજરાતી સહિત ચાર વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા. મૃતકમાં એક સ્થાનિક વ્યક્તિ હોવાનું જાણવા મળ્યુ છે. જયારે એક મહિલા અને એક પુરૂષ એમ બે ગુજરાતીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી ભાવેશભાઇ.એમ.પટેલનું સારવાર દરમિયાન ૨૯ તારીખે મોત નિપજયુ હતુ. જયારે હાલ રાજપીપળાના સારસા ગામના રહેવાસી શિલ્પાબેન ભરતભાઇ પટેલ(ઉ.વ.૩૦)ની હાલ સારવાર હેઠળ છે.

રોંગ સાઇડમાં આવી રહેલી કારનો ચાલકનો ચાલક દારૂ પિધેલો હોવાનું જાણવા મળ્યુ છે. આ ઘટનામાં પતિપત્ની ભાવેશભાઇ અને શિલ્પાબેનનું મોત નિપજયુ છે. તમામ લોકોના ગઇકાલે એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડતાલ ગાદીના સનાતન આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજ અને ભાવી આચાર્ય નૃગેન્દ્રપ્રસાદ મહારાજ(લાલજી મહારાજ)એ જણાવ્યુ હતુ કે, ચાર હરિભકતોના અક્ષરનિવાસથી સત્સંગનો મોટી ક્ષતિ પહોંચી છે. સંપ્રદાયના તમામ અનુયાયીઓને પાંચ મિનીટ સ્વામિનારાયણ મહામંત્રનીધૂન કરીને અક્ષરનિવાસીઓને પોતાની ભાવાજંલિ આપવા પણ મારી અપીલ છે.

અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મી નારાયણ દેવ યુવક મંડળ વડોદરા શાખાના પ્રમુખ રૂપેશ સથવારાએ જણાવ્યુ હતુ કે, અકસ્માતમાં મૃત્યુ પામેલા ચારેય હરિભકતોનું સામૂહિક બેસણુ અમેરિકામાં ૬ ફ્રેબુઆરીએ સવારે ૧૧થી સાંજે ચાર વાગ્યા સુધીમાં બેસણાનું આયોજન કરાયુ છે. જયારે ૭ ફ્રેબુઆરીએ સાડા ચાર કલાકે વડોદરા શહેરમાં બેસણાનું આયોજન કરાયુ છે.

મૃતકોની યાદી
વિનોદભાઇ મયુરભાઇ પટેલ,(ઉ.વ.૬૮), ખાખરીયા, સાવલી, વડોદરા, ભાવેશભાઇ. એમ.પટેલ (ઉ.વ.૪૨), અમરેશ્વર, વાઘોડિયા, વડોદરા, શિલ્પાબેન ભાવેશભાઇ પટેલ (ઉ.વ.૨૯) અમરેશ્વર, વાઘોડિયા, વડોદરા, કોમલબેન રાવલ(ઉ.વ.૩૦) આણંદ

You might also like