દિલ્હીમાં ડ્રાઈ કલીનની દુકાનમાં ભીષણ આગઃ ચારનાં મોત

નવી દિલ્હી: ઉત્તર પૂર્વ દિલ્હીના દિલશાદ કોલોની વિસ્તારમાં આવેલી અેક ડ્રાઈ કલીનની દુકાનમાં લાગેલી આગથી ચાર વ્યકિતનાં મોત નિપજ્યાં છે.જોકે ફાયર બ્રિગેડની છ ગાડીઓઅે ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી.  આ ઘટના અંગે જાણવા મળતી માહિતી અનુસાર કોલાેનીમાં રાજન નામની વ્યકિતની ડ્રાઈ કલીનની દુકાન આવેલી છે. અને તેના બીજા માળે તેનો પરિવાર રહેતો હતો. આજે સવારે અચાનક તેની દુકાનમાં આગ લાગી હતી. જોતજોતામાં આગ વધુ પ્રસરી જતાં બીજા માળ સુધી આગ લાગી હતી. જેમાં તેના પરિવારના ચાર સભ્ય આગની લપેટમાં આવી ગયા હતા. બનાવ અંગે આસપાસના લોકોઅે ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડની છ ગાડીઓ આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા.

આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આગમાં રાજનના પરિવારના ચાર સભ્ય ગંભીર દાઝી જતાં તેમને જીટીવી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન પ્રદીપભાઈ(ઉ.વ.૫૯), રાજન(ઉ.વ.૩૩), રાજનની પત્ની અનુજા(ઉ.વ.૩૨) અને પુત્ર ચીકુ(ઉ.વ.૮)નાં મોત નીપજ્યાં છે. જોકે આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. હાલ ઘટનાની તપાસ ચાલી રહી છે.

You might also like