ભારતમાં શાખા ખોલવાની ઇચ્છુક પાકિસ્તાનની બેંક

ભારતમાં પાકિસ્તાનની પ્રમુખ ચાર-પાંચ બેંક પોતાની શાખા ખોલવા માગે છે. પાકિસ્તાનની કેન્દ્રીય બેંક પાસેથી મળતી જાણકારી મુજબ તેઓ સાચા સમયની રાહ જોઇ રહ્યાં છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના ડેપ્યુટી ગર્વનર સઇદ અહમદે કહ્યું, આ ખૂબ જ કમનસીબ કહેવાય કે બંને દેશો વચ્ચે વેપાર તેમજ બેન્કિંગ મામલે કોઇ પ્રગતિ થઇ રહી નથી. મને ભરોસો છે કે વાતાવરણ અનૂકુળ થયા પછી બંને દેશ પાસે એકસાથે જાણવા ભેગા થશે. ઘણી બેંકો છે જે ભારતમાં આવવા ઇચ્છે છે અને કામ કરવા માગે છે.

પાકિસ્તાનની કેટલી બેંક ભારતમાં શાખા ખોલવા માગે છે તેમ પુછતા તેમણે જણાવ્યું કે અનૌપચારિક રીતે હાલમાં ચાર-પાંચ બેંક સાથે વાતચીત ચાલે છે, પરંતુ તેનો કોઇ વિકલ્પ નથી એટલા માટે ઔપચારિક અરજી કોઇ આવેલ નથી. ઓગસ્ટ-2012માં બંને પક્ષ, બંને દેશની બે-બે બેંકને પૂર્ણ લાયસન્સ આપવાના મામલે સમજૂતિ થઇ હતી. જો કે ત્યારબાદ આ અંગે કોઇ કાર્યવાહી આગળ ધપી નથી.

You might also like