Categories: Sports

ભારત-આફ્રિકા ટેસ્ટ: ભારતના બેટ્સમેનો ફલોપ, મોર્કેલે ત્રણ વિકેટ ઝડપી

નાગપુર: આજથી શરૂ થયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં મક્કમ શરૂઆત બાદ ભારતીય બેટ્સમેનો નિષ્ફળ જતા ભારતીય અડધી ટીમ પેવેલિયન પરત ફરી ચુકી છે. હાલમાં ભારતે છ વિકેટેના નુકસાન પર 143 રન બનાવી લીધા છે. રવિન્દ્ર જાડેજા અને સાહા રમતમાં છે. દક્ષિણ આફ્રિકા તરથી મોર્કેલે તરખાટ મચાવ્યો હતો. તેણે મુરલી વિજય,  કોહલી, રહાણેની વિકેટ ઝડપી હતી. ભારતીય બેટ્સમેનોમાં વિજયે 40, ધવને 12, પુજારા 21, કોહલી 22, રહાણે 13, રોહિત શર્મા 2 રન બનાવી આઉટ થયા હતા.

નાગપુર ખાતે આજથી શરૂ થયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો છે. ભારતે ટીમમાં બે ફેરફાર કર્યા છે. વરુણ અરોન અને સ્ટુઅર્ટ બિન્નીની જગ્યાએ રોહિત શર્મા અને અમિત મિશ્રાનો ટીમમાં સમાવેશ કર્યો છે. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેઇલ સ્ટેઇન અનફિટ જાહેર થયો. ભારત તરફથી શિખર ધવન અને મુરલી વિજયે ઇનિંગ્સનો પ્રારંભ કર્યો છે.

નાગપુરમાં વિદર્ભ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજથી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ રમાનાર છે. કરોડો ચાહકોમાં ફરી એકવાર રોમાંચની સ્થિતી છે. પહેલા ટ્વેન્ટી અને ત્યારબાદ વનડે શ્રેણી પ્રવાસી દક્ષિણ આફ્રિકાએ ક્રમશ ૨-૦ અને ૩-૨થી જીતી લીધાભારતીય ટીમે પ્રથમ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા પર જીત મેળવીને શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી હતી.
પ્રવાસી ટીમને ભીંસમાં લેવા માટે ભારતીય સ્પીનરો તૈયાર દેખાઇ રહ્યા છે. આ મેદાન પર છેલ્લી ટેસ્ટ મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ હતી.આ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. ભારતીય જમીન ઉપર કેપ્ટન તરીકેની ભૂમિકાને લઇને ખુબ જ ઉત્સુક કોહલી દેખાઈ રહ્યો છે.
કોહલી પાસે પોતાની લીડરશીપની કુશળતા દર્શાવવાની તક રહેલી છે. મુરલી વિજય અને શિખર ધવન ઓપનિંગ કરવા માટે સજ્જ દેખાઈ રહ્યા છે.રવિન્દ્ર જાડેજા અને રવિચન્દ્ર અશ્વિન આ ટેસ્ટ શ્રેણીમા છવાયેલા રહ્યા છે. તેમની ઘાતક બોલિંગના કારણે આફ્રિકન બેટ્સમેનો મુશ્કેલીમાં દેખાયા છે.

આ બન્ને મોટા ભાગની વિકેટ વર્તમાન શ્રેણીમા ઝડપી ચુક્યા છે. સ્પીનરો આ ટેસ્ટ મેચ પણ દક્ષિણ આફ્રિકન બેટ્સમેનો માટે માથાના દુઃખાવા સમાન બની શકે છે. વર્તમાન શ્રેણીમાં આફ્રિકન ટીમ ઉપર ભારત ૧-૦ની લીડ ધરાવે છે. બીજી ટેસ્ટ મેચમાં વરસાદ વિલન બનતા આફ્રિકા સહેજમાં બચી ગયું હતું.  બીજી ટેસ્ટ મેચમાં ચાર દિવસની રમત સંપૂર્ણપણે બગડી હતી, જેથી આફ્રિકા હારમાંથી બચી ગયું હતું. પરંતુ આ ટેસ્ટ મેચમાં પણ તેની સામે પડકારની સ્થિતિ રહેશે.

દક્ષિણ આફ્રિકાની ટીમ સામે કેટલીક સમસ્યાઓ પ્રવર્તી રહી છે. ઝડપી બોલર ડેલ સ્ટેઈન ઈજાગ્રસ્ત છે. તે બુધવારથી શરૃ થતી ત્રીજી ટેસ્ટ મેચમાં વાપસી કરી શકશે કે કેમ તેને લઈને ભારે સસ્પેન્સની સ્થિતિ છે. સ્ટેન નહી રમે તો તેની જગ્યાએ મોર્કેલને તક આપવામાં આવનાર છે. મોર્ને મોરક્લ પ્રેક્ટીસ પણ કરી રહ્યો છે. બીજીબાજુ આ ટેસ્ટ મેચમાં આફ્રિકા કેટલાક ફેરફાર કરી શકે છે. દક્ષિણ આફ્રિકન ટીમ ત્રીજી ટેસ્ટ મેચ પહેલાં પ્રેક્ટિસમાં વ્યસ્ત છે.

હસીમ આમલાના નેતૃત્વમાં આ ટીમ ત્રીજી ટેસ્ટ મેચ માટે સ્ટેનના સમાવેશ અંગે અંતિમ નિર્ણય લેતા પહેલાં કલાકોની રાહ જુએ તેવી શક્યતા છે. આફ્રિકન ટીમે પહેલા ટ્વેન્ટી-૨૦ શ્રેણી અને ત્યારબાદ વન-ડે શ્રેણી જીતી લીધી હતી. પરંતુ ભારતે ટેસ્ટ શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે.  સ્ટેનની ગેરહાજરી આફ્રિકાની મુશ્કેલી વધારી શકે છે. બેંગ્લોર ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં રમત શક્ય બની નહતી. આ ટેસ્ટ મેચમાં પણ તે ઉતર્યો નહતો. ત્રીજી ટેસ્ટ મેચ પહેલાં તે ફિટનેસમાં સફળ રહેશે કે કેમ તેને લઈને આફ્રિકન ક્રિકેટ ચાહકોમાં ભારે સસ્પેન્સની સ્થિતિ જોવા મળી રહી છે.

ભારતીય ટીમ અશ્વિન અને જાડેજાને વધારે તક આપીને આ ટેસ્ટ મેચમાં પણ આફ્રિકન ટીમને ભીંસમાં લેવાના પ્રયાસ કરશે. આ ટેસ્ટ મેચ જીતીને ભારતીય ટીમ શ્રેણી જીતી જવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. મેચ સવારે ૯.૩૦ વાગ્યે શરૃ થશે. પ્રવાસી ટીમ ત્રણ ઈનિંગ્સમાં માત્ર ૧૮૪, ૧૦૯ અને ૨૧૪ રન જ બનાવી શકી છે. જે સાબિત કરે છે કે ભારતીય સ્પિનરો આક્રમક ફરી એકવાર ખતરનાક સાબિત થઈ શખે છે. સંભવિત ભારતીય ઇલેવન નીચે મુજબ છે.

ભારતીય ટીમ: મુરલી વિજય, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), ચેતેશ્વર પુજારા, રોહિત શર્મા, સહા, રવિચંદ્રન અશ્વિન, અમિત મિશ્રા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ.

દક્ષિણ આફ્રિકાની ટીમ: હાસીમ અમલા (કેપ્ટન), ડિવીલીયર્સ, બાવુમા, જેપી ડ્યુમિની, ડિન એલ્ગર, સિમોન હાર્મર, ઇમરાન તાહિર, મોર્ને મોર્કેલ, વિમોન ફિલાન્ડર, ડેન પિડ્ટ, કગીસો રબાડા, ડેલ સ્ટેન, વાન ઝાલ, ડેન વિલાસ.વાન ઝાલ, ડેન વિલાસ.

ઉમેશ યાદવે ટીમ ઈન્ડિયાને નવા ઘરે પાર્ટી આપી
ભારતીય ટીમના ખેલાડીઓએ સોમવાર રાતનું ડિનર ક્રિકેટર ઉમેશ યાદવના ઘરે લીધુ હતું. વિદર્ભના ફાસ્ટ બોલર ઉમેશ યાદવે તાજેતરમાં જ શિવાજી નગરમાં નવો ફલેટ લીધો છે. આ પ્રસંગે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમના તમામ ખેલાડી રાત્રે આશરે આઠ વાગ્યે ઉમેશના ઘરે પહોંચ્યા હતાં. પોતાના ફેવરેટ ક્રિકેટર્સને જોના માટે અહીં મોટી સંખ્યામાં પ્રશંસકો ઉમટી પડયા હતા. ખેલાડીઓની સુરક્ષાને જોતા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

નાગપુરના વિદર્ભ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજથી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ શરૃ થઇ રહી છે. આ મેદાન પર ભારતનો ટ્રેક રેકોર્ડ ખુબ સારો રહ્યો છે. આ મેદાન પર હજુ સુધી રમાયેલી ચાર ટેસ્ટ મેચ પૈકી ભારતે બેમાં જીત મેળવી છે અને એક ટેસ્ટ મેચ ડ્રો થઇ છે. આ મેદાન પર છેલ્લી ટેસ્ટ મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ૧૩મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે રમાઇ હતી. જે ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. નાગપુરના આ મેદાન ઉપર પ્રથમ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે વર્ષ ૨૦૦૮માં રમાઇ હતી.

આ ટેસ્ટ મેચમાં ભારતે શાનદાર જીત મેળવી હતી. ત્યારબાદથી ભારતનો દેખાવ સતત શાનદાર રહ્યો છે.નાગપુરના મેદાન પર સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ સહેવાગના નામ પર છે. જ્યારે સૌથી વધુ એક ઇનિગ્સમાં રન કરવાનો રેકોર્ડ અમલાના નામ પર છે. આફ્રિકા માટે સારા સમાચાર એ છે કે આ મેદાન પર વર્ષ ૨૦૧૦માં ભારત સામે આફ્રિકાએ એક ઇનિગ્સ અને છ રને જીત મેળવી હતી. હવે આવતીકાલથી શરૃ થતી ટેસ્ટ મેચને લઇને ભારે રોમાંચની સ્થિતી છે. ચાહકોમાં ભારે ઉત્સાહ છે.

લાંબા ગાળા બાદ અહીં મેદાન પર મેચ રમાઇ રહી છે. આફ્રિકન ટેસ્ટ ટીમ ભારત સામે હજુ સુધી કંગાળ દેખાવ કરી શકી છે. ત્રણ ઈનિંગ્સમાં આફ્રિકાની ટીમે ૧૮૪, ૧૦૯ અને ૨૧૪ રન જ બનાવ્યા છે. જે સાબિત કરે છે કે સ્પિનરો ઘાતક પુરવાર થયા છે. ડ્યુમિની, ડિવીલીયર્સ ઉપર મુખ્ય આધાર રહેશે. નાગપુર મેદાન પર રમાયેલી મેચોના પરિણામ નીચે મુજબ છે.
0 ૬-૧૦મી નવેમ્બર ૨૦૦૮ના દિવસે રમાયેલી મેચમાં ભારતની ઓસ્ટ્રેલિયા પર ૧૭૨ રને જીત.
0 ૬-૯ ફેબ્રુઆરી ૨૦૧૦ના દિવસે ભારત પર આફ્રિકાની એક ઇનિગ્સ અને છ રને જીત.
0 ૨૦-૨૫મી નવેમ્બર ૨૦૧૦ના દિવસે ન્યુઝીલેન્ડ પર ભારતની ઇનિગ્સ અને ૧૯૮ રને જીત.
0 ૧૩-૧૭મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ ડ્રો રહી.

divyesh

Recent Posts

એપલની ત્રણ ટકા કેશબેકવાળી પેમેન્ટકાર્ડ સેવા ઉપરાંત ન્યૂઝ પ્લસ અને સ્ટ્રીમિંગ પણ લોન્ચ

(એજન્સી)કેલિફોર્નિયા: કેલિફોર્નિયા સ્થિત સ્ટીવ જોબ્સ થિયેટરમાં એપલની શો ટાઈમ ઈવેન્ટમાં ગઈ કાલે મોડી રાતે કંપનીએ પેમેન્ટ માટે એપલ-પે, એપલકાર્ડ, એપલ…

14 hours ago

દિલથી હું બહુ બોલ્ડ છુંઃ અદા શર્મા

વર્ષ ૨૦૦૮માં રિલીઝ થયેલી વિક્રમ ભટ્ટની ફિલ્મ '૧૯૨૦'થી અદા શર્માએ કરિયર શરૂ કરી હતી. ફિલ્મ સફળ થઇ છતાં પણ અદાને…

14 hours ago

રામાયણમાં સુંદરકાંડ સૌથી શ્રેષ્ઠ છે….

સુંદરકાંડનો પ્રાદુર્ભાવ લંકામાં થયો છે. લંકા ત્રિકૂટ પર્વત પર આવેલો છે. ત્રિકૂટ એટલે ત્રણ શિખર. જેમાં એક શિખરનું નામ નલ…

14 hours ago

જીતીને હારી ગયેલા અશ્વિને કહ્યુંઃ મેં કંઈ ખોટું નથી કર્યું

(એજન્સી) જયપુર: કિંગ્સ ઈલેવન પંજાબે ગઈ કાલે રાજસ્થાન રોયલ્સની ટીમને IPLની પોતાની પ્રથમ મેચમાં 'વિવાદિત' રીતે ૧૪ રને હરાવી દીધી.…

15 hours ago

પેમેન્ટમાં ડિફોલ્ટ થતાં આરકોમ-જિઓ સ્પેક્ટ્રમ ડીલની DOT દ્વારા તપાસ શરૂ

(એજન્સી)નવી દિલ્હી: અનિલ અંબાણીની કંપનીએ રૂ.૨૧ કરોડના સ્પેક્ટ્રમ પેમેન્ટ પર ડિફોલ્ટ કર્યા બાદ ટેલિકોમ વિભાગ (DOT)એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCOM) અને…

15 hours ago

US જવા પતિ એરપોર્ટ પર રાહ જોતો રહ્યો, પત્ની પોલીસ સ્ટેશન પહોંચી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક NRI યુવતી તેના પતિની જાણ બહાર તેના પાસપોર્ટ અને અગત્યના ડોક્યુમેન્ટ લઇને…

16 hours ago