અેશિયાની ટોપ-૫૦ સેક્સી મહિલાનાં લિસ્ટમાં ‘ટીવીની વહુ’

નવી દિલ્હી: ટીવી અભિનેત્રી નિયા શર્માનું નામ તાજેતરમાં અેશિયાની ટોપ ૫૦ મહિલામાં પસંદગી પામ્યું છે. હાલમાં તે ટીવીના કોમેડી શો કોમેડી નાઈટ્સ બચાવો તાજામાં જોવા મળી રહી છે. અા લિસ્ટમાં નિયાઅે એક બે નહીં પરંતુ ૪૬ મહિલાને પાછળ રાખતાં ત્રીજા નિશાન પર કબજો જમાવી દીધો છે. ટીવી સિરિયલ એક હજારોમાં મેરી બહેના હૈથી કારકીર્દી શરૂ કરનાર નિયાને જોઈને ક્યારેય લાગ્યું નથી કે તે અા ખિતાબની હકદાર બની શકે.

પરંતુ નિયાઅે બોલિવૂડની ઘણી અભિનેત્રીઅોને પણ પછાડી દીધી છે. કેટરીના કૈફ, અાલિયા ભટ્ટ અને સોનમ કપૂર જેવી ઘણી અભિનેત્રીઅો છે જે નિયાથી અા લિસ્ટમાં પાછળ રહી ગઈ છે. નિયાને અા ટાઈટલ કેવી રીતે મળ્યું તેનું રહસ્ય ઇસ્ટાગ્રામ પ્રોફાઈલ છુપાયું છે. નિયાઅે હાલમાં એક મેગેઝિન માટે ફોટો શૂટ કરાવ્યા હતા. અા ફોટો તેને પોતાના ઇન્સ્ટાગ્રામ અેકાઉન્ટમાં પણ પોસ્ટ કર્યા હતા. અા ફોટોશૂટ એ જણાવવા માટે પૂરતા છે કે નિયાઅે કેવી રીતે મોટી મોટી અભિનેત્રીઅોને પાછળ રાખી દીધી છે.
http://sambhaavnews.com/

You might also like