શ્રીલંકા-ન્યુઝીલેન્ડ વચ્ચે આજે ખરાખરીનો વનડે જંગ

નેલ્સન: ન્યુઝીલેન્ડ અને પ્રવાસી શ્રીલંકા વચ્ચે નેલ્સનમાં પાંચ વનડે મેચોની શ્રેણીની ત્રીજી વનડે મેચ રમાનાર છે. પહેલા ટેસ્ટ શ્રેણીમાં ૨-૦થી અને ત્યારબાદ પ્રથમ વનડે મેચમાં પણ શ્રીલંકાને કારમી હાર આપ્યા બાદ ન્યુઝીલેન્ડ તેના જીતના સિલસિલાને આગળ વધારી દેવા અને શ્રેણી પોતાના નામ પર કરવાના હેતુસર આવતીકાલે મેદાનમાં ઉતરશે. બીજી બાજુ શ્રીલંકા આ શ્રેણીને જીવંત રાખવાના પ્રયાસ કરી શકે છે. જો કે હાલના ન્યુઝીલેન્ડના ફોર્મને જોતા આ તક ઓછી દેખાઇ
રહી છે.

ટેસ્ટ મેચોની શ્રેણી ન્યુઝીલેન્ડે ૨-૦થી જીત લીધા બાદ ઘરઆંગણે વનડે શ્રેણી જીતવા માટે પણ ન્યુઝીલેન્ડ તૈયાર છે.ન્યુઝીલેન્ડ વધારે ફેવરીટ દેખાઇ રહી છે. કારણ કે છેલ્લા ૧૨ મહિનામાં શ્રીલંકા સામે ન્યુઝીલેન્ડે હવે ૧૦ વનડે મેચો પૈકી આઠમાં જીત મેળવી છે. ન્યુઝીલેન્ડની ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે શ્રેણીમાં હારી ગઇ હતી. પરંતુ ઘરઆંગણે ભવ્ય દેખાવ કરવા તૈયાર છે. ન્યુઝિલેન્ડ અને શ્રીલંકા વચ્ચે પ્રવાસના છેલ્લા તબક્કામાં ટ્વેન્ટી-૨૦ ક્રિકેટ મેચ રમાશે, જેના ભાગરૃપે બે ટ્વેન્ટી-૨૦ મેચ રમાશે. તે પહેલાં પાંચ વન-ડે મેચો પણ રમાશે.

શ્રીલંકાની ટીમ મેથ્યુસના નેતૃત્વમાં મેદાનમાં ઉતરી રહી છે. વર્ષ ૨૦૧૫માં ગુપ્ટિલ હવે ટોપ સ્કોરર બની ચુક્યો છે. ક્રાઇસ્ટચર્ચમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં ન્યુઝીલેન્ડે શ્રીલંકા ઉપર સાત વિકેટે જીત મેળવી હતી. ક્રાઇસ્ટચર્ચ ખાતે રમાયેલી બીજી વનડે મેચમાં પણ ન્યુઝીલેન્ડે શ્રીલંકા પર ૧૦ વિકેટે રેકોર્ડ જીત મેળવીને શ્રેણીમાં ૨-૦ની લીડ મેળવી લીધી હતી. ટોસ જીતીને શ્રીલંકાના કેપ્ટન મેથ્યુસે બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

પરંતુ શ્રીલંકાની ટીમ પ્રથમ બેટિંગ કરતા ૨૭.૪ ઓવરમાં માત્ર ૧૧૭ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં ન્યુઝીલેન્ડના બેટ્સમેન ગુપ્ટિલે ઝંઝાવતી બેટિંગ કરીને ૩૦ બોલમાં નવ ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદથી અણનમ ૯૩ રન કર્યા હતા. શ્રીલંકાના તમામ બોલરોને ગુપ્ટિલે મેદાની ચારેબાજુ ફટકારીને સ્થાનિક ચાહકોને રોમાંચિત કરી દીધા હતા. આ મેચમાં કેટલાક નવા રેકોર્ડ સર્જાયા હતા.બન્ને ટીમો નીચે મુજબ છે.

ન્યુઝિલેન્ડઃ ગુપ્ટીલ, લાથમ, વિલીયમ્સન, ટેલર, મેક્કુલમ, સેન્ટનર, વેટલીંગ, બ્રેસવેલ, ક્રેગ, વાગ્નર, સાઉથી, બોલ્ટ, વિલિયમસન.

શ્રીલંકાઃ મેથ્યુસ, કુશાલ મેન્ડીસ, જયસુન્દ્રા, ચાંડીમલ, કુશાલ પરેરા, સિરીવર્દાના, વિથાંગે, કરુણારત્ને, પ્રસાદ, નોવાન પ્રદીપ, લકમલ, ચામીરા, હેરાર્ત, પરેરા, જેફરી.

You might also like