અમેરિકામાં ૧૪ વર્ષના બાળકને મળ્યું થ્રીડી પ્રિન્ટેડ નાક

ન્યૂયોર્ક: અમેરિકામાં એક અનોખા પ્રકારનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. ૧૪ વર્ષનો ડલન જેનેટ થ્રીડી પ્રિન્ટેડ નાક મેળવનાર અમેરિકાના પહેલા વ્યક્તિ બન્યો છે. ગઈ કાલે ડોક્ટરોઅે નવા નાકનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કર્યું. વીજળીના તાર પર પડ્યા બાદ જેનેટનું નાક ખરાબ રીતે દાઝી ગયું હતું. ડોક્ટર્સે ટ્રાન્સપ્લાન્ટ પહેલા જેનેટની સર્જરી કરી. જેનેટ માર્શલ અાઈલેન્ડનો રહેવાસી છે. જેનેટ જ્યારે નવ વર્ષનો હતો ત્યારે તે વીજળીના તાર પર પડ્યો હતો. તેને ત્યાં અાઈ એન્ડ ઇયર ઇન ફર્મરીમાં એડમિટ કરાયો હતો. તેની હાલતને જોતાં ડોક્ટરોઅે ઘણી મલ્ટીપલ સર્જરી કરી. ત્યાર બાદ ડોક્ટર તેના સૂંઘવા અને ટેસ્ટ સેન્સને પરત લાવવામાં સફળ રહ્યા.

નાકની સર્જરી અાજના સમયમાં અસામાન્ય નથી પરંતુ હજુ પણ ડોક્ટર સંપૂર્ણ રીતે કામ કરવા લાયક શરીરના અોર્ગન ફરી વખત બનાવવામાં ૧૦૦ ટકા સફળ થઈ શક્યા નથી. ડોક્ટર્સની ટીમે થ્રીડી ટેકનિક દ્વારા ફેમિલી મેમ્બરના નાકની જેમ તેને બનાવવાની કોશિશ કરી.

You might also like