WhatsAppએ નવા ફિચર્સ સાથે iOS માટે લોન્ચ કર્યુ નવું અપડેટ, જાણો ખાસ ફિચર્સ

નવીદિલ્હી: ભારતમાં વોટ્સઅપ લોન્ચ થયું ત્યારથી તેમાં નવી નવી અપડેટ થતી જોવા મળે છે. વોટ્સઅપ મોબાઇલ એપ્લીકેશન પ્રથમ સ્થાને રહી છે. ત્યારે iOS માટે વ્હોટ્સપે નવું વર્ઝન v2.12.14 લોન્ચ છે. તેમાં ઘણાં ફિચર્સ આપવામાં આવ્યા છે. આ અપડેટમાં સૌથી મોટી વાત એ છે કે વોટ્સઅપ ફ્રેન્ડસને ફોટો કે વિડીયો મોકલવા માટે ફક્ત ફોટો ગેલેરીના સહારે રહેવું નહી પડે પરંતુ તેમાં યુઝર્સ વન ડ્રાઇવ અને ગુગલ ડ્રાઇવની જેમ થર્ડ પાર્ટી સ્ટોરેજના કન્ટેટને શેર કરી શકશે.

વોટ્સઅપના નવા વર્જનમાં ફોટો કે વિડીયો શેર કરવા માટે ગેલેરી ઉપરાંત ‘Chose from another app’નો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે. આ અપડેટમાં ફોટો અને વિડીયો બ્રાઉઝિંગ ડિઝાઇનમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.

આ અપડેટની બીજી ખાસિયત એ છે કે તેમાં જુમ ફિચર આપવામાં આવ્યું છે. તેના દ્વારા વિડીયો પ્લે કરતી વખતે મોટો કરી શકાય છે. સાથે સાથે આ અપડેટમાં વોટ્સઅપના બેકગ્રાઉન્ડમાં સોલિડ કલર સિલેક્ટ કરવા માટેનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે. આ અપડેટ 72.5MBનું છે અને તેના માટે તમારી ડિવાઇઝમાં iOS 6.0 અથવા તેનાથી ઉપરનું વર્ઝન હોવું જરૂરી છે.

વોટ્સઅપે તાજેતરમાં જ BlackBerry અને Symbian સહિત બીજા ઘણા જૂના વર્ઝનમાં ઓએસના સપોર્ટથી બંધ કરવાનું જાહેર કર્યું છે. જોકે આ 2016ના અંત સુધીમાં લાગુ પડશે. કંપનીએ તેની પાછળ દલીલ કરતાં જણાવ્યું હતું કે આ ઓએસમાં વોટ્સઅપના નવા ફીચર્સ સપોર્ટ નહીં કરે તેથી આમ કરવામાં આવ્યું છે.

You might also like