“દંગલ” ગર્લ જાયરા વસીમની ફ્લાઇટમાં છેડછાડ કરનાર આરોપીની ધરપકડ

મુંબઇઃ આમિર ખાનની સુપરહિટ ફિલ્મ “દંગલ”ને લઇ બોલીવુડમાં એન્ટ્રી મારનાર હિરોઇન જાયરા વસીમની સાથે ફ્લાઇટમાં છેડછાડ મામલામાં મુબઇ પોલીસે આરોપીની રવિવાર રાતનાં રોજ ધરપકડ કરી લીધી છે. આરોપીનું નામ વિકાસ સચદેવા છે.

પોલીસે આ મામલામાં FIR દાખલ કરી હતી. આરોપી સાથે પૂછપરછ કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી. તમને જણાવી દઇએ કે વસીમે આરોપ લગાવ્યો હતો કે દિલ્હીથી મુંબઇની વિસ્તારા એરલાઇન્સની ફ્લાઇટમાં એક આધેડ વયનાં મુસાફરે તેની સાથે છેડછાડ કરી હતી.

પોલીસે આઇપીસીની કલમ-354 સાથે POCSO એક્ટ અંતર્ગત આ મામલે કેસ દાખલ કર્યો છે કેમ કે હિરોઇન વસીમ સગીર છે.

આ મામલાને ગંભીરતાથી લઇ મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગે આ શરમજનક ઘટનાની તપાસ કરવા અંગે માગ કરી હતી. કે ત્યાર બાદ પોલીસે આ અજ્ઞાત વ્યક્તિ વિરૂદ્ધ FIR દાખલ કરી.

જો કે એરલાઇન્સે આ ઘટનાને લઇ જાયરા વસીમ પાસે માફી પણ માગી છે અને કહ્યું કે કંપની આવી ગેરવર્તણૂકને લઇ “શૂન્ય સહનશીલતા” રાખે છે અને ઘટનાની વધુ તપાસ હાથ ધરાશે.

You might also like