39 જ્ઞાતીઓને OBCમાંથી કાઢવાનો હાઇકોર્ટ લઇ શકે છે નિર્ણય

અમદાવાદઃ OBC સુચીની જાહેર હિતની અરજી હાઇકોર્ટ દ્વારા સ્વીકારવામાં આવી છે. હાઇકોર્ટે અરજીને લઇ રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે. આ અરજીમાં 140થી વધુ જ્ઞાતિઓેનો OBCમાં સમાવેશ કરવાની સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. સરકાર દ્વારા વિના મુલ્યાંકને અને કોઇ પણ સર્વે વિના OBCની કેટેગરીમાં સમાવેશ કરવા સામે અરજી કરી વિરોધ કરવામાં આવ્યો છે.

આ અરજી બાદ હાઇકોર્ટ 140થી વધુ જ્ઞાતિઓને લિસ્ટમાંથી કાઢી નાખવાનો આદેશ આપી શકે છે. જે બાદ આ જ્ઞાતિને સરકારી નોકરી અને શિક્ષણક્ષેત્રે મળતા અનામતના લાભો અટકી જશે.

ભાજપના કાઉન્સિલર દ્વારા જાહેર હિતની અરજી કરવામાં આવી છે. જેથી ભાજપ નવી ચાલ ચાલી છે. અરજીમાં આક્ષેપ કરાયા છે કે ઓબીસી પંચની ભલામણો સિવાય રાજ્ય સરકારે મત મેળવવા માટે 39 જ્ઞાતિઓને OBCમાં ભેળવી દેવામાં આવી છે. 1953ના એક કમિશનના રિપોર્ટનો હમણા 1994માં અમલ કરવામાં આવ્યો જે ખોટું છે.

પાટીદારો પોતાને OBCમાં ભેળવવા મથી રહ્યા છે તેનું કારણ ઉત્તર ગુજરાતના આંજણા ચૌધરીને OBCમાં ભેળવ્યા હોવાનું કારણ જવાબદાર મનાય છે. આ આંજણા ચૌધરી પોતે સદ્ધર અને સમૃદ્ધ હોવા છતા તેને ઓબીસીમાં કેમ સ્થાન મળ્યું. આને લઇ ઠાકોર સમાજ પણ નારાજ છે. ત્યારે ચૌધરી સમાજને OBCમાં સમાવેશ ના કરાય અને ઠાકોર સમાજ તેનો લાભ લઇ શકે.

આમ, ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપે બે મોટા વર્ગ પાટીદાર અને ઠાકોર સમાજને ખુશ કરવા માટે આંજણા ચૌધરી સમાજને OBCમાંથી હટાવવાની ચાલ ચાલી છે. તેમાં પણ ભાજપે ઠાકોર આગેવાન અજમલજી ઠાકોરને મોખરે રાખી ચાલ ચાલી છે, તેવું માનવામાં આવી રહ્યું છે.

કુલ 39 જ્ઞાતિઓને OBCમાંથી દૂર કરવાની અરજી કરી છે.
1. આરબ(મુસ્લિમ), 2. ભાંડ, 3. બુરુડ, 4. ચક્રવાડિયા દસર, 5. ચૌધરી કે હિંદુ આંજણા, આંજણા પટેલ, આંજણા પાટીદાર, આંજણા દેસાઇ, આંજણા કણબી, ચૌધરી પટેલ, ચૌધરી પાટીદાર, 6. ચમથા, 7. ડકાલેરુ, 8. દેપાળા, 9. ઘંટિયા, 10. ઘાંચા, 11. ગલકડરા, 12. ગવળી, 13. હાટી, 14. જાચક, 15. કલહોડિયા, 16. કોટવાલ, 17. કુંભાર (બિયાર, કદરા પટેલ, લાઠિયા, પોટમેકર, પ્રજાપતિ વારિયા, વરિયા,) સોરઠિયા કુંભાર, કડિયા કુંભાર, સોરઠિયા પ્રજાપતિ, ગુર્જર પ્રજાપતિ, ગુજ્જર ક્ષત્રિય કડિયા, વટાલિયા પ્રજાપતિ, ક્ષત્રિય કડિયા, કડિયા,18. ખરાક, 19. ખવાસ, 20. કારડિયા-નાડોદા, કારડિયા, નાડોદા, ભાઠી રાજપુત, કારડિયા રાજપુત, નાડોદા રાજપુત, 21. ખસિયા, 22. મિસ્ત્રી, ગુજ્જર, મિસ્ત્રી રાઠોડ, મિસ્ત્રી સુથાર, સુથાર, સુતાર, સુથાર ગુર્જર, ગુજ્જર સુથાર, ગુર્જર, મિસ્ત્રી સુતાર, લુહાર, પંચાલ, કડિયા સુથાર, 23. મુંડા, 24. માઢવિયા, 25. માળી, માળી રામી, મારવાડી માળી, 26. મૈયા કે મહિયા, 27. પાલવાડિયા, 28. પઢારિયા, 29. પખાલી, 30. સંઘેડા, 31. સિંઘડવ કે સિંઘાડિયા, 32. સોચી, 33. સુમરા (મુસ્લિમ), 34. સાગર, 35. સથવારા, સતવારા, કડિયા-સથવારા, કડિયા સતવારા, દલવાડી કે કડિયા, 36. ઠાકુર (બિન રાજપુત) 37. તિમાલી, 38. તરક(મુસ્લિક), 39. વજીર

You might also like