વડોદરામાં પકોડા મામલે રાજકારણ ગરમાયું, NSUIના કાર્યકર્તાઓ વહેંચી વિરોધ કર્યો

વડોદરા NSUI દ્વારા શહેરના કડક બજાર ખાતે પકોડા બનાવી વિરોધ કરાયો હતો.NSUIના વિદ્યાર્થીઓ દ્વારા પકોડાની લારી પર જાતે પકોડા બનાવી અનોખો વિરોધ કર્યો હતો.

વડાપ્રધાન દ્વારા પકોડા પર કરાયેલ નિવેદનને પગલે NSUI ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ દ્વારા પકોડા બનાવી અને વહેંચણી કરીને વિરોધ કર્યો હતો. NSUI માંગ કરી હતી કે, યુવાનોને રોજગારીની જરૂર છે. તમામ બેરોજગારને રોજગારી આપવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષીત બેરોજગાર યુવાનો પકોડા વેચે તેને પણ રોજગારી જ કહેવાય તેવા નિવેદનના વિરોધમાં આજે NSUIના કાર્યકરોએ રેલવે સ્ટેશન ઉપર પીએમ મોદી, અમિત શાહ, અરૂણ જેટલી, વિજય રૂપાણીના નામના ભાવ સાથે પકોડા વેચ્યા હતા.

You might also like