પાકિસ્તાને 36 ભારતીય માછીમારોનું કર્યું અપહરણ

રાજકોટ: પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સીએ છ હોડી પર સવાર 36 માછીમારોને બુધવારે આંતરરાષ્ટ્રીય દરિયા કિનારા નજીક અપહરણ કરી લીધું છે.

આ બાબતે પોરબંદર માછીમારોના એસોસિએશનના અધ્યક્ષ ભારત મોદીએ જણાવ્યું છે કે એ બધી 6 હોડીઓ પોરબંદરમાં રજિસ્ટર્ડ હતી. મોદીએ કહ્યું કે તે એ વાતની તપાસ કરી રહ્યા છે કે અપહરણ થયેલા માછીમારો ક્યાંના રહેવાસી છે.

16 ઓગસ્ટે માછલી પકડવાની સિઝનની શરૂઆત થયા પછી બીજી વખત એવું થયું છે કે જ્યારે પાકિસ્તાની મરીન્સે ગુજરાતના માછીમારોની ધરપકડ કરી છે. આ પહેલા આઠ સપ્ટેમ્બરે એક હોડી પર બેઠેલા 6 માછીમારોને પકડ્યા હતાં. તે માછીમારો જૂનાગઢ જિલ્લાના મંગરોલના રહેનારા લોકો હતાં.

તમને જણાવી દઇએ કે જાન્યુઆરી 2016 પછી ગુજરાતના વિવિધ વિસ્તારમાં રહેનારા 255 માછીમારોને પોતાના જળ ક્ષેત્રમાંથી માછલી પકડવાના આરોપમાં પાકિસ્તાન નેવીએ ધરપકડ કરી લીધી છે. તેમાંથી મોટાભાગના માછીમારો સૌરાષ્ટ્રના રહેનારા હતાં.

You might also like