LoCના રસ્તે 350 આતંકીઓ ઘુસણખોરીની તૈયારીમાં, સુરક્ષા એજન્સી સતર્ક

નવી દિલ્હીઃ લશ્કર-એ-તૈયબા અને હિજબુલ મુજાહિદીને કાશ્મીર અને પીરપંજાલ વિસ્તારથી આંતકીઓની ઘુસણખોરીનું ષડયંત્ર રચ્યું છે. કુપવાડાના જંગલોમાં એક ડઝન આતંકિયો ઘુસણખોરીના ષડયંત્રનો એક હિસ્સો હતા. જેને સેનાએ નિષ્ફળ બનાવી દીધું છે. સુરક્ષા એજન્સિયોનું કહેવું છે કે કેટલાક આતંકીઓ ઘુસણખોરીમાં સફળ થઇને જંગલની પાછળ હોઇ શકે છે. જેને કારણે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. પીઓકે સ્થિત આતંકિયોએ લોંચિગ પેડ પર કાશ્મીર સાથે જોડાયેલા વિસ્તારમાં 200 અને રાજોરી પુંછ વિસ્તારમાં 150 આતંકિયોમાં હોવાની માહિતી છે. ત્યારે સેના સતર્ક થઇ ગઇ છે.

સેના સૂત્રો પ્રમાણે હવે એલઓસી પર ઇઝરાયલી ઉપકરણો દ્વારા નજર રાખવામાં આવી રહી છે. સેનાએ એલઓસી પર તકનીકી ઇન્ટેલીજેન્સ તંત્રને પણ મજબુત બનાવી દીધું છે. થર્મલ ઇમેજ કેમેરા પણ સક્રિય કરી દેવામાં આવ્યાં છે. આતંકિયોની મૂવમેન્ટ જાણવા માટે ઇસરો દ્નારા સેટેલાઇટની મદદ પણ લેવામાં આવશે. એલઓસી પર સ્વાતિ રડાર પ્રણાલી પણ સક્રિય છે. જે સીઝફાયર ઉલ્લઘનની સ્થિતીમાં વિસ્ફોટ અંગે સચોટ લોકેશન જણાવી શકે. સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે અત્યારથી જુલાઇ સુધી પાકિસ્તાન બોર્ડર અને પીઓકેમાં આતંકિયો વચ્ચે ઘુસણખોરીના પ્રયાસો ઝડપી થઇ રહ્યાં છે. જેથી જવાબી કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે.

http://sambhaavnews.com/

You might also like