અમદાવાદનાં પરીક્ષા કેન્દ્રોની 350 જેટલી સીડીની ફરીથી ચકાસણી

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષામાં રેકોર્ડ કરવામાં આવેલા સીસીટીવી ફૂટેજની સીડીને જોવાની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે. કેટલીક સીડીઓ ખૂલી જ નથી તેવી ડિફેક્ટિવ સીડી રજૂ કરવામાટે જે તે શાળાઓને નોટિસ પણ આપી દેવામાં આવી છે.

તાજેતરમાં શરૂ થયેલી સીડી જોવાની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં ૪૫૦૦થી જેટલી સીડીની ચકાસણી કરાઇ હતી. સીસીટીવી ફૂટેજની સીડીની ચકાસણી કરતાં શિક્ષકો અને ડીઇઓ કચેરીના કર્મચારીઓ ટીમને ૩૫૦ જેટલી સીડીમાં ગેરરીતિની આશંકા જતા ફરી ચકાસણી હાથ ધરાઈ છે. અમદાવાદ શહેર-જિલ્લાનાં કેન્દ્રો પર યોજાયેલી પરીક્ષાના સીસીટીવીના ફૂટેજને ચેક કરવાની કાર્યવાહી માટે ડીઇઓ કચેરી દ્વારા બનાવામાં આવેલી ટીમ દ્વારા ૫૦ થી વધુ શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે.

બોર્ડ પરીક્ષાઓમાં સુપવાઇઝર દ્વારા કોપી કેસ કરવામાં આવતા હોય છે. જોકે ઘણી વખત કોઇ વિદ્યાર્થી કોપી કરતો હોય તો તે ખબર પડતી નથી. બોર્ડ દ્વારા પરીક્ષાના દરેક બ્લોકમાં સીસીટીવી મૂકવામાં આવ્યા છે. જેની ચકાસણી દર વર્ષે કરવામાં આવતી હોય છે. ચાલુ વર્ષની પરીક્ષાઓના સીસીટીવીના ફૂટેજની ચકાસણી કરવાની કાર્યવાહી માર્ચથી જ શરૂ કરાઈ છે. ધોરણ ૧૦-૧૨ની બોર્ડ પરીક્ષાઓમાં શહેર-જિલ્લાની સ્કૂલોના બ્લોક સીસીટીવીની નજર હેઠળ હતા.અંદાજે ૪૫૦૦થી વધુ જેટલી ડીવીડીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે સીસીટીવી ચકાસણી કરવા માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.

ચકાસણી દરમિયાન આશરે ૩૫૦થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી અને ગેરરીતિ કરતા ઝડપાયા હોવાની શંકા છે. હવે ડીઈઓ કચેરીમાં ટૂંક સમયમાં આવા શકાસ્પદ વિદ્યાર્થીઓનંલ હીયરિંગ હાથ ધરાશે. વિદ્યાર્થી કસૂરવાર ઠરશે પછી તેની સજા નક્કી કરવામાં આવશે.

You might also like