સિક્યોરિટી ગાર્ડસે કર્યો મહિલા સાથે ગેંગરેપ

બેંગ્લુરૂ : બેંગ્લુરૂમાં એક મહિલા સાથે બળાત્કારનાં આરોપમાં બે સુરક્ષા ગાર્ડસની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક રિપોર્ટ અનુસાર બેંગ્લુરૂનાં બે સુરક્ષા ગાર્ડસે 35 વર્ષની એક મહિલા સાથે ગેંગરેપ કર્યો હતો. આ ઘટનાં તે સમયે પ્રકાશમાં આવી જ્યારે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસને વિધાનસૌધા નજીક સિદ્દાલિંગૈય્યા સર્કલ પર એક મહિલા બેઠેલી મળી હતી. પોલીસે તેની પુછપરછ કરી હતી. પોલીસે કહ્યું કે તેઓ આ મુદ્દે મહિલાઓનાં વક્તવ્યનાં આધાર પર આગળની તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગત્ત અઠવાડીયે જ બેંગ્લુરમાં 19 વર્ષીય એક સાસિસ્ટન્ટ નર્સની સાથે ચાલુ બસમાં ગેંગરેપ થયો હતો. આ મુદ્દે મિની બસનાં ડ્રાઇવર અને ક્લિનરની ધરપકડ કરી લેવામાં આવી છે. તે ઉપરાંત ઓક્ટોબર મહિનામાં પણ આ જ પ્રકારની ઘટનાં બની હતી.બીપીઓમાં કામ કરનારી 23 વર્ષીય એક યુવતી સાથે ગેંગરેપ થયો હતો.આ મુદ્દે પણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

You might also like