પોલીસ સામે જ ઝેર પીને પુત્ર અને માંએ કરી આત્મહત્યા

બરનાલા : પંજાબનાં બરનાલા જિલ્લામાં એક દુખદ ઘટનામાં ખેડૂતે પોતાની માંની સાથે કિટનાશક પીને આત્મહત્યા કરી હતી. આ દુર્ઘટનાની સૌથી ત્રાસદાયક પાસો રહ્યો કે ખેડૂતે આ પગલું પોલીસની સામે જ ઉઠાવ્યું હતું. તેમ છતા બંન્નેને બચાવી શકાયા નહોતા. ખેડૂતો પર લોન ચુકતે કરવાનું દબાણ કર્યું હતું. લોન ચુકતે નહી કરી શકવાની પરિસ્થિતીમાં મંગળવારે પોલીસેની એક ટીમ ખેડૂતનાં ઘરે તેની સંપત્તિ જપ્ત કરવા માટે પહોંચી હતી.

એવી પરિસ્થિતીમાં ખેડૂતો અને તેની માંને જ્યારે બીજો કોઇ રસ્તો નજર નહોતો આવ્યો ત્યારે તેણે ઘરમાં રહેલી કીટનાશક દવા પી લીધી હતી. સમાચારો અનુસાર ખેડૂતોને લોન ચુકતી કરવા માટે થોડા વધારે સમયની માંગણી કરી હતી. પરંતુ સંબંધિત અધિકારીઓ દ્વારા વધારે સમય આપવાનો ઇન્કાર કરી દીધો હતો. સાથે જ ખેડૂતોની સંપત્તિ જપ્ત કરવાની તૈયારી ચાલુ કરી દીધી હતી. જાણકારી અનુસાર ખેડૂતોની ઉંમર 32 વર્ષ અને તેની માંની ઉંમર 60 વર્ષ હતી.

You might also like