પૂર્વ કાંગોમાં બ્લાસ્ટ, 32 ભારતીય શાંતિરક્ષક ઘાયલ

પૂર્વ કાંગોના ગોમાં શહેરમાં બ્લાસ્ટ થવાના કારણે એક માસૂમનું મોત થઇ ગયું છે, જ્યારે 32 ભારતીય શાંતિરક્ષક ઘાયલ થઇ ગયા છે. બ્લાસ્ટ કયાં કારણોથી થયો એ હજુ સુધી જાણવા મળ્યું નથી. જે જગ્યાએ બ્લાસ્ટ થયો ત્યાં ભારતીય શાંતિરક્ષક દરરોજની જેમ પ્રેક્ટિસ કરી રહ્યા હતાં.

બ્લાસ્ટ વાળી જગ્યાની પાસે એક મસ્જિદના ઇમામએ કહ્યું કે ત્રણ શાંતિરક્ષકો મૃત્યુ પામ્યા છે. જો કે હજુ સુધી એ વાતની કોઇ પુષ્ટિ થઇ નથી. ઇમામે કહ્યું કે બ્લાસ્ટનો અવાજ સાંબળ્યા પછી એ ઘટના સ્થળે પહોંચ્યા અને જોયું તો મોટાભાગના સૈનિકો ઘાયલ હતાં.

જાણવા મળી રહ્યું છે કે કાંગોના અંદરના ઝઘડામાં 1996થી 2003 દરમિયાન 10 લાખથી વધારે લોકો માર્યા ગયા છે. આશરે 18 હજારથી વધારે શાંતિ રક્ષકઅંદરના સંઘર્ષને રોકવા માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘ તરફથી તૈનાત કરવામાં આવ્યા છે.

You might also like