મહારાષ્ટ્ર: 500 ફુટ ખીણમાં બસ ખાબકી, 30 યાત્રીઓના મોતની આશંકા!

મહારાષ્ટ્રના બાલેશ્વર નજીક એક બસ 500 ફુટ ખીણમાં પડી. આ બસમાં 30 લોકો સવાર હતા. આ દૂર્ઘટનામાં બસમાં બેઠેલા તમામ મુસાફરોના મોતની આશંકા જતાવામાં આવી રહી છે. આ દૂર્ઘટના રાયગઢ અને સતારા જિલ્લાની સરહદ નજીક થયો.

સૂત્રોને મળતી જાણકારી મુજબ આ બસ દાપોલી એગ્રીકલ્ચર યૂનિવર્સિટીથી રાયગઢ તરફ જઇ રહી હતી. જો કે હજુ સુધી દૂર્ઘટનાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. હાલમાં રાહત અને બચાવ અંગેની કામગીરી ચાલી રહી છે. બસ ઊંડી ખીણમાં પહી હોવાથી રાહત અને બચાવ કાર્યમાં મુશ્કેલી પડી રહી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુરૂવારે કોલ્હાપુરમાં 17 લોકોથી ભરેલી મીની બસ નદીમાં પડી હતી. પશ્ચિમી મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં શિવાજી પુલ પર થયેલી આ દૂર્ઘટનામાં 13 લોકોનાં મોત થયા હતા, જ્યારે બાકી લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

આ દૂર્ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને કોલ્હાપુરની નજીકની સરકારની હોસ્પિટલમાં ભરતી કરવામાં કરવામાં આવ્યાં છે. આ મીનિ બસમાં સવાર દરેક યાત્રીઓ ભગવાન ગણેશની પૂજા કરી પરત ફરી રહ્યાં હતા.

You might also like