સીરિયામાં રશિયન સૈન્ય વિમાન ક્રેશ, 32 લોકોનાં મોત

રશિયાનું એક સૈન્ય વિમાન સીરિયામાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે. રશિયાનાં રક્ષા મંત્રાલયે કહ્યું કે આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 26 યાત્રિઓ અને ચાલક દળનાં 6 સભ્યોનાં મોત થઇ ગયાં છે.

રિયા નોવોસ્તી ન્યૂઝ એજન્સીની માહિતી અનુસાર આ દુર્ઘટના સીરિયાનાં તટીય શહેર લતાકિયાની પાસે સર્જાઇ છે. શરૂઆતનાં સમાચારો અનુસાર રશિયાનું આ સૈન્ય વિમાન ખમેમિમ એરબેસ પર ઉતરતા તે આ દુર્ઘટનાનો શિકાર થયું.

રશિયાએ કહ્યું કે વિમાનને દુશ્મનોએ નિશાન નથી બનાવેલ અને શરૂઆતની તપાસ એવું જણાવે છે કે આ દુર્ઘટનાનું કારણ ટેક્નિકલ ખામી પણ હોઇ શકે છે. ત્યાં બીજી બાજુ રશિયા પ્રશાસન મુજબ આ દુર્ઘટના અંગે વધુ તપાસ પણ હાથ ધરાઇ રહી છે.

You might also like