પાસનું કંઈ થાય એમ છે?

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં 31 ડિસેમ્બરના રોજ ન્યૂ યરને વેલકમ કરવા માટેના ડાન્સ પાર્ટી સહિતના કાર્યક્રમોનું અાયોજન કરાયું છે. અાવા કાર્યક્રમોમાં ભાગ લેવા માટે કપલ પાસ તેમજ ફેમિલી પાસ (ટિકિટ) અપાઈ છે. ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારમાં નાની મોટી અનેક કલબો દ્વારા 31 ડિસેમ્બરના રોજ વર્ષ 2016ને અાવકારવા માટેના ખાસ અાયોજન કરાયાં છે. અાવી ક્લબો દ્વારા કરાયેલા ડાન્સ પાર્ટીના અાયોજનમાં ભાગ લેવા માટે ઘણાં લોકો તલપાપડ થતા હોય છે. અાથી અાવી કલબોના કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમુક લોકો દ્વારા પોતાના લાગતાં વળગતા લોકોની પાસે જઇને પાસ અાવ્યા છે કે નહીં? તેવી પૃચ્છા છેલ્લા બે ત્રણ દિવસથી શરૂ કરી દેવામાં અાવી છે. જો કે અાવા લોકોને હજુ સુધી નિરાશા જ સાંપ્‍ાડી હતી.

You might also like