આજે છે 31 માર્ચ, આ બાબતો માટે છે ‘છેલ્લો દિવસ’

નવી દિલ્હીઃ આજે 31 માર્ચ છે. નાણાકિય વર્ષ 2016-17નો અંતિમ દિવસ છે. 1 એપ્રિલ 2017થી નવું નાણાકિય વર્ષ શરૂ થવા જઇ રહ્યું છે ત્યારે કેટલીક બાબતો માટે આજે અંતિમ દિવસ છે. હવે પછી આ તમામ બાબતો નાદૂત થઇ જશે. સાથે જ તેની સાથે જોડાયેલા નવા નિયમો પણ લાગુ પડશે. જાણો કઇ કઇ વસ્તુઓ માટે છે આજે અંતિમ દિવસ

  • જૂની 500 અને 1000ની નોટો બદલવાનો આજે અંતિમ દિવસ છે. 1 જાન્યુઆરી 2017થી માત્ર રિઝર્વ બેંકની શાખાઓમાં જ આ નોટો બદલાતી હતી.
  • બેંકના KYC ફોર્મ જમા કરવાના અને અપડેટ કરવાનો પણ આજે અંતિમ દિવસ છે.
  • પોતાનું ઇન્કમટેક્સ ભરવાનો પણ આજે છેલ્લો દિવસ છે. હવેથી 5000 રૂપિયા સુધીની પેનલ્ટી લગાવવામાં આવશે.
  • જીયોની ફ્રી સેવાનો પણ આજે અંતિમ દિવસ છે. ત્યાર બાદ હવે તમારે 99 રૂપિયા આપીને પ્રાઇમ મેમ્બરશિપ લેવાની રહેશે અથવા તો સિમ સરેન્ડર કરવાનું રહેશે.
  • આ સાથે જ BS-III ગાડિયોના વેચાણ અને નોંધણીનો પણ આજે છેલ્લો દિવસ છે. કાલથી તેના વેચાણ અને ખરીદી પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.
  • કાલથી સોનાના બદલામાં માત્ર 10 હજાર રૂપિયા જ રોજ મળી શકશે.
  • http://sambhaavnews.com/
You might also like