પ્રજાસત્તાક દિન નિમિત્તે દેશભરમાં કડક સુરક્ષા

નવી દિલ્હી: દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામા આવી છે. આજે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા અને કેટલીક જગ્યાઓએ ઉજવણીનો બહિષ્કાર કરવાની હાંકલ અને ત્રાસવાદી હુમલાની દહેશત વચ્ચે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવશે. મુખ્ય ઉજવણીમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા તેમના કેબીનેટના પ્રધાનો રહેશે. આ વર્ષે ફ્રાન્સના પ્રમુખ ફ્રાન્સવા ઓલાન્દે મુખ્યમહેમાન બની રહ્યા છે. ગયા વર્ષે અમેરિકી પ્રમુખ બરાક ઓબામા મુખ્ય મહેમાન બન્યા હતા.

આઇએસ અને અન્ય ત્રાસવાદી સંગઠનની હુમલાની દહેશત વચ્ચે પ્રજાસત્તાક દિવસની ઉજવણીને લઈને દિલ્હી એરપોર્ટ, મેટ્રો સ્ટેશનો, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન તથા ર્ધામિક સ્થળો ખાતે ખાસ સુરક્ષા રાખવામાં આવી છે. ઉત્ત્।રપૂર્વમાં અનેક બળવાખોર સંગઠનો સક્રિય છે. જેથી અહીં પણ વિશેષ સુરક્ષા રાખવામાં આવી છે. આસામ અને મણિપુરમાં ખાસ સુરક્ષારાખવામાં આવી છે. તમામ રાજયોમાં પોલીસ પેટ્રોલિંગ અને અન્ય પ્રકારની ચકાસણી મજબુત બનાવી દેવામાં આવી છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હી, જમ્મુકાશ્મીર સહિત દેશના તમામ રાજયોમાં ઉજવણીને લઇને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે.

આતંકવાદી સંગઠનો તરફથી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ખલેલ પહોંચાડવાની ચેતવણી આપ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. સમગ્ર દિલ્હી છાવણીમાં ફેરવાઈ ગયું છે. દેશના અન્ય રાજયોમાં પણ મજબૂત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. સાવચેતીના તમામ પગલાં લેવામાં આવ્યાં છે. દિલ્હીમાં પ્રજાસત્ત્।ાક દિવસની ઉજવણીની છેલ્લા કેટલાક દિવસથી તૈયારીઓ ચાલી રહી હતી. રિહર્સલનો દૌર ચાલી રહ્યો હતો. સધન સુરક્ષા માટે જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો તૈનાત કરવામાં આવી છે.

દિલ્હી લશ્કરી છાવણીમાં ફેરવાઇ ગયું છે. અધિકારીઓ દેશની લશ્કરી તાકાત અને સાંસ્કૃતિક વિવિધતાને દર્શાવવાનું આયોજન કરી ચૂકયા છે. સુરક્ષાને ધ્યાનમાં લઇને શહેરમાં અર્ધલશ્કરી દળો અને કર્મચારીઓ તથા એનએસજીના કમાન્ડો સહિત હજારો સુરક્ષા જવાન તૈનાત કરવામાં આવ્યાં છે.

You might also like