ફૂટબોલર રોનાલ્ડોને કેરળમાં નડ્યો અકસ્માત : કોઇ ઇજા નહી

કેરાળા : બ્રાઝિલનાં સ્ટાર ફૂટબોલર રોનાલ્ડોને કેરળનાં કોઝિકોડ નજીક અકસ્માત નડ્યો હતો. ટ્રાફીક સિગ્નલનો એક થાંભલો રોનાલ્ડીન્હોની કાર પર પડ્યો હતો. જો કે તેને ઇજા નહોતી થઇ. કેરળમાં સાઝત નાગજી કપ ફૂટબોલ ટૂર્નામેન્ટનું ઉદ્ધાટન કરવા રોનાલ્ડીન્હો આવ્યો હતો. દરમિયાન એક સ્થાનિક શાળાનાં કાર્યક્રમમાંથી પરત ફરતી વખતે તેની સુરક્ષામાં લાગેલી પોલીસની ગાડી અને તેની કાર વચ્ચે એક ટ્રાફીકનો થાંભલો પડ્યો હતો.
પોલીસે ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું કે ફૂટબોલરને જોવા માટે લોકો થાંભલા પર ચડી ગયા હતા. જેનાં ભારથી આ થાંભલો પહેલા નમ્યો અને પછી નીચે પડ્યો હતો. અત્રે નોંધનીય છે કે રોનાલ્ડોને જોવા માટે સેંકડો લોકો આવ્યા હતા.
અમુક તોફાની દર્શકો રોનાલ્ડોને વધારે સારી રીતે જોવા માટે થાંભલા પર ચડી ગયા હતા. જે બાદમાં નીચે ઉતરી રહ્યા હતા તે સમયે થાંભલો પહેલા નમ્યો હતો અને પછી પડી ગયો હતો. જો કે થાંભલો રોનાલ્ડોની ગાડી પર નહોતો પડ્યો. રોનાલ્ડોની ગાડીની બિલ્કુલ આગળ પડતા મોટી ઘાત ટળી હતી.

You might also like