પોર્ન સાઇટો પર સરકારનું એક્શન, 3000 વેબસાઇટ થઇ બ્લોક

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે અશ્લીલ બાબતો ફેલાવનારી 3000 વેબસાઇટને બ્લોગ કરી દીધી છે. કેન્દ્રીય ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટે લોકસભામાં આ માહિતી આપી છે. પોર્ન સાઇટો અંગે એક વર્ષના લેખિત જવાબમાં વિભાગે જણાવ્યું છે કે બાળકોને પોર્ન વીડિયો બતાવતી મોટાભાગની વેબસાઇટ ભારતમાં ચાલી રહી છે. તેમાં જણાવવામાં આવ્યું છે ગૃહ મંત્રાલય મહિલા અને બાળકો સામે સાઇબર ક્રાઇમ રોકવા માટે એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે.

ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટે પોતાના જવાબમાં જણાવ્યું છે કે સાઇબર વર્લ્ડ ખૂબ જ ગુપ્ત અને દુનિયાભરમાં ફેલાયેલું છે. બાળકોના પોર્ન વીડિયો ચલાવનારી મોટાભાગની વેબસાઇટ ભારતની બહારથી ચલાવવામાં આવી રહી છે. ઇન્ટરપોલમાં એવા ગંભીર બાળ યોન ગુનેગારોનું લિસ્ટ રાખે છે અને અપડેટ કરે છે. ઇન્ટરપોલથી મળેલા લિસ્ટમાં આધાર પર સરકાર સમય સમય પર આ રીતની સાઇટો બ્લોક કરી રહ્યું છે.

http://sambhaavnews.com/

You might also like