૩૦૦ વર્ષ બાદ ન્યુટનના પુસ્તકે ઇતિહાસ રચ્યોઃ રૂ. ૨૫ કરોડમાં વેચાયું

ન્યૂયોર્ક: સર અાઈઝેક ન્યુટનના જાણીતા ગતિના ત્રણ નિયમોને સમજાવતું અને તેમના મૌલિક વિચારોનો સમાવેશ કરતું પુસ્તક ૩૭ લાખ ડોલર (લગભગ ૨૫ કરોડ રૂપિયામાં) વેચાયું છે. અા પુસ્તક કોઈ હરાજીમાં અત્યાર સુધી વેચાયેલું સૌથી મોંઘું પુસ્તક છે. ‘પ્રિન્સિપિયા મેથેમેટિકા’ નામથી અા પુસ્તક વર્ષ ૧૬૮૭માં લખાયું હતું.
જાણીતા ભૌતિકશાસ્ત્રી અાલ્બર્ટ અાઈન્સ્ટાઈને અા પુસ્તકને સૌથી મોટી બૌદ્ધિક છલાંગ ગણાવ્યું હતું. અા બુકનું વેચાણનું કામ જોનાર અોક્શન હાઉસ ક્રિસ્ટિઝે અાશા વ્યક્ત કરી હતી કે બકરીના ચામડાના કવરવાળા અા પુસ્તકને ૧૦થી ૧૫ ડોલર મળી જશે. બોલી લગાવનાર એક વ્યક્તિઅે અા પુસ્તક ૨૫ કરોડ રૂપિયા અાપીને ખરીદી લીધું. ‘લાઈવ સાયન્સ’ના સમાચાર મુજબ પ્રિન્સિપિયા મેથેમેટિકામાં ન્યુટનની ગતિના ત્રણ નિયમો સમજાવાયા છે.

તેમાં જણાવાયું છે કે કેવી રીતે બધી વસ્તુઅો બહારના બળને પ્રભાવિત કરે છે. લાલ રંગના અા પુસ્તકની લંબાઈ નવ ઇંચ અને પહોળાઈ સાત ઇંચ છે. પુસ્તકમાં ૨૫૨ પેજ છે. તેના કેટલાક પેજ પર લાકડીનાં ચિત્રો પણ છે. બુકમાં એક વળી શકે તેવી પ્લેટ પણ છે. છેલ્લા ૪૭ વર્ષમાં ન્યુટનના સિદ્ધાંતોની એક જ મૌલિક અાવૃત્તિ વેચાઈ હતી. તે અાવૃત્તિને કિંગ જેક્સ દ્વિતીય (૧૬૩૩-૧૭૦૧)ને ભેટ સ્વરૂપે અપાયું હતું. તે ડિસેમ્બર ૨૦૧૩માં ક્રિસ્ટિઝ ન્યુયોર્કમાં ૨૫ લાખ ડોલરમાં ખરીદાઈ હતી.

home

You might also like