200 કરોડ બાળકો શ્વાસમાં લઈ રહ્યા છે ઝેરી હવા, અત્યાર સુધી 5 લાખથી વધુ બાળકોના થયા મોત: UNICEF

દીવાળી પછી દેશની રાજધાનીમાં વાયુ પ્રદૂષણનું સ્તર એટલું બધુ વધી ગયું છે કે લોકોનું શ્વાસ લેવું હરામ થઈ ગયું છે. જોકે, માત્ર દિલ્લી જ નહિ પરંતુ સમગ્ર દુનિયામાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. હાલમાં પ્રકાશિત કરવામાં આવેલા UNICEF ના રિપોર્ટથી એ સ્પષ્ટ દેખાઈ આવે છે.

આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સમગ્ર દુનિયામાં 200 કરોડ બાળકો શ્વાસમાં ઝેરી વાયુ લેવા માટે મજબૂર છે. અને દરેક 7માંથી 1 બાળક એવા વિસ્તારમાં રહે છે જ્યાં વાયુમાં પ્રદૂષણનું ટોક્સિક લેવલ મોખરે છે. એટલે કે બાંધેલા સ્તરથી આ માત્રા છ ગણી અધિક પ્રદૂષિત છે. રિપોર્ટમાં જણાવવમાં આવ્યું છે કે આ પ્રકારના વિસ્તારો દક્ષિણ એશિયા અને આફ્રિકામાં આવેલા છે. જ્યારે કે યુરોપ અને ઉત્તર અમેરિકામાં પણ ઘણી માત્રામાં પ્રદૂષણ જોવા મળે છે.

UNICEFના કાર્યકારી નિર્દેશક એન્થની લેકના રિપોર્ટ પ્રમાણે, ચોંકાવનારી વાત એ છે કે આ વૈશ્વિક પ્રદૂષણને કારણે 2012માં દર 8માંથી 1નું મોત થયું છે. સમગ્ર વિશ્વમાં આ મૃત્યુના આંકડા 7 મિલિયન છે જેમાં 5 વર્ષથી ઓછી ઉંમરના 6 લાખ બાળકો શામેલ છે. આને આધારે જોવા જઈએ તો દર વર્ષે પ્રદૂષણથી આટલા લોકોના મોત થવાની સંભાવના છે.

You might also like