30 વર્ષ બાદ આમીરે ખોલ્યુ આ રાઝ….

પોતાની ફિલ્મ ‘કયામત સે કયામત તક’ થી બોલીવુડમાં ડેબ્યુ કરનાર સુરસ્ટાર આમીરખાને ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળતાપૂર્વક પોતાના 3 દાયકા પુરા કરી લીધા છે. આ રોમાન્ટિક ડ્રામા ફિલ્મની સફળતાએ દેશને આમીરખાનના દીવાના બનાવી દીધા હતા. પણ 30 વર્ષ બાદ આમીરખાને જણાવ્યુ કે તેઓ પોતાની ડેબ્યૂ ફિલ્મમાં કરેલા કામથી નાખુશ હતા.

થોડા સમય પહેલા આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યુ હતુ કે આજે પણ તેઓ આ કામથી નાખુશ છે, મે ડાયરેક્ટરને એમ પણ કહ્યુ હતુ કે ફિલ્મને બીજી વાર શુટ કરવામાં આવે, આમીરે વધુમાં જણાવ્યુ કે મને લાગતુ હતુ કે લોકો જુહીના કામને પસંદ કરશે, કોઈ મારા કામને પસંદ નહી કરે. જ્યારે ફિલ્મ હિટ થઈ ત્યારે આમીરે કહ્યુ કે હું હેરાન હતો. આ મારુ ભાગ્ય હતુ કે લોકોએ મારા કામને પસંદ કર્યુ.

બોલીવુડની રોમાન્ટિક ફિલ્મોમાંથી એક ‘કયામત સે કયામત તક’ ને 30 વર્ષ પહેલા 29 એપ્રિલ 1988માં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં તેમની સાથે લીડ રોલમાં જુહી ચાવલા હતી.
છેલ્લા કેટલાક દિવસોમાં આ ફિલ્મ સાથે જોડાયેલી ઘણી મજેદાર વાતો ડાયરેક્ટર મંસૂરે ખોલી હતી. તેમણે જણાવ્યુ હતુ કે ફિલ્મની શૂટિંગ દરમ્યાન આમીરખાન અને જુહી ચાવલા વચ્ચે કીસિંગ સીન શુટ કરવાનો હતો. ફિલ્મના એક ગીતના શુટિંગ દરમ્યાન જુહી ચાવલાએ આમીરને ગાલ અને માથા પર કીસ કરવાની હતી. પણ જુહીએ કીસ કરવાની મનાઈ કરી દિધી હતી. જુહીની આનાકાની બાદ ડાયરેક્ટરે ફિલ્મનું શુટિંગ 10 મિનિટ સુધી રોકી રાખ્યુ હતુ. તે એટલા હેરાન થઈ ગયા કે આખા યુનિટને કહી દિધુ કે કોઈ કામ નહી થાય, બધુ રોકી દો. ત્યાર બાદ જુહીને આ સિન વિશે સમજાવવામાં આવી હતી. અને તે આખરે સ્ક્રીપ્ટની ડિમાન્ડને કારણે માની ગઈ હતી.

You might also like