૩૯ જેટલી દવાઓના ભાવ ૩૦ ટકા સુધી ઘટી ગયા

નવી દિલ્હી: નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈઝિંગ ઓથોરિટી( એનપીપીએ)એ વિવિધ રોગના દર્દીઓને રાહત આપા ૩૯ જેટલી દવાના ભાવ ૩૦ ટકા સુધી ઘટાડી દીધા છે. જેમાં કેન્સર, ટીબી, મેલેરિયા અને હિપેટાઈટિસ બીમાં વપરાતી દવાનો સમાવેશ થાય છે. જ્યારે બીજી તરફ કેન્સર અને ટીબી જેવા રોગની સારવાર પણ સસ્તી કરી દેવામા આવી છે.

આ અંગે એનપીપીએએ એક જાહેરનામામા જણાવ્યુ છે કે ડ્રગ્સ(પ્રાઈસ કંટ્રોલ) અમેડમેન્ટ ઓર્ડર ૨૦૧૩ હેઠળ વિવિધ ૩૯ જેટલી દવાઓના ભાવમાં ૧૦થી ૩૦ ટકા સુધી ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં ૧૮ દવાની મહતમ કિમત નકકી કરવામાં આવી છે. જ્યારે ૨૧ દવાની મહતમ કિંમતને રિવાઈઝ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ૮૨૧જેટલી દવાના ભાવ ઘટાડી દેવામાં આવ્યા છે. તેમ એનપીપીએએ ટિવટ કરી જાણકારી આપી છે. આમાં જો કંપનીઓ વેચાણ કિંમત અને નિયમોનું પાલન ન કરે તો તેને વસૂલ કરેલી વધારાની કિંમત વ્યાજ સહિત રકમ જમા કરાવવી પડશે. એક નિયમ અનુસાર જે તે કંપની વર્ષમાં ૧૦ ટકા સુધી જ દવાઓની કિંમતમાં વધારો કરી શકે છે. અને તેમને આ સિવાય વધારો કરવો હોયતો તેમાટે મંજુરી લેવી પડતી હોય છે.

દવાની કિંમતમાં શા માટે ફેરફાર થાય છે?
એનપીપીએ ડ્રગ્સ(પ્રાઈઝ કંટ્રોલ) ઓર્ડર-૨૦૧૩ હેઠળ શેડ્યૂલ-૧માં આવતી જરૂરી દવાઓની કિંમત નકકી કરે છે. અને સરકાર જરૂર મુજબ દવાની યાદી તૈયાર કરે છે. જેમાં અવારનવાર નવી દવાઓ સામેલ કરવામા આવે છે. તેથી જરૂરિયાત મુજબ દવાની કિંમતમાં ફેરફાર કરવાની ફરજ પડે છે પરંતુ તે ચોકકસ નિયમોને આધિન દવાની કિંમતમાં વધારો કે ઘટાડો કરવામાં આવે છે.

You might also like