ભૂકંપ બાદ હિમસ્ખલનની ઝપટે ચડી હોટલ : 30 લોકોનાં મોત

રોમ : ભૂકંપથી પીડિત મધ્ય ઇટાલીમા હિમસ્ખલનની ઝપટે એક સ્કી રિસોર્ટની હોટલ આવવાનાં કારણે લગભગ 30 લોકોનાં મોત નિપજ્યા છે. ઇટલીની સિવિલ પ્રોટેક્શન એજન્સીએ આ વાતની પૃષ્ટી કરી છે કે હોટલ રેસોપિયાનો બર્ફની 2 મીટર ઉંચી દિવાલની નીચે દબાઇ ગયા છે અને ઇમરજન્સી સેવાકર્મી ઘટના સ્થળ સુધી એમ્બ્યુલેન્સને લઇ જવા અને ત્યાંથી બરફ હટાવવામાં પ્રયાસો કરી રહ્યા છે.

એજન્સીએ જણાવ્યું કે ગ્રાન સાસો પહાડની પૂર્વી ઢોળાવ પર હોવાના કારણે હોટલ રેસોપિયાનોમાં ઓછામાં ઓછા 30 મહેમાનો અને સ્ટાફનાં લોકો હતા. તે સમયે આ વિસ્તારમાં કાલે સવારે 4 શક્તિશાળી ભૂંકંપો ભૂકંપોમાંથી પહેલો ભૂકંપ આવ્યો હતો. સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે, ખાસ પહાડ પોલીસ સ્કી અને હેલિકોપ્ટર દ્વારા ઘટના સ્થળ સુધી પહોંચી ચુકી છે.

પોલીસ દ્વારા મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી ચાલુ કરી દેવાઇ છે. હોટલની ઇમારતની અંદર કોઇ જીવીત બચ્યાની આશંકા નથી જે બરફના દબાણના કારણે લગભગ દસ મીટર જેવી ખસી ગઇ છે. હોટેલમાં બચાવ કર્મચારીઓ પાસે સ્નો મોબાઇલ છે જે એક વખતમાં 8 લોગોના શબ લઇ જવા સક્ષણ છે. એજન્સી અનુસાર એમ્બુલન્સોને લગભગ 9 કિલોમીટર પહેલા 2 મીટર ઉંચી બરફની દિવાલે અટકાવી દીધા હતા.

You might also like