30 હજાર લોકોને નોકરી આપશે ઇંફોસિસ

નવી દિલ્હી: ઇંફોસિસમાં નોકરીનું સપનું જોનારાઓ માટે સારા સમાચાર છે. આગામી નાણાંકિય વર્ષમાં કંપની 30 હજાર કર્મચારીઓની ભરતી કરવાની છે.  ગત વર્ષે આ કંપનીએ 39,985 લોકોને નોકરી આપી હતી, તો બીજી તરફ 2012-13માં 37,036 હજાર નોકરીઓ આપવામાં આવી હતી, પરંતુ આ વર્ષે કંપની 30,000 નોકરીઓ આપવાની છે.  જો કે ઇંફોસિસ આગામી નાણાકીય વર્ષમાં વધુ રેવેન્યુ ગ્રોથની આશા ધરાવે છે. તમને જણાવી દઇએ કે ઇંફોસિસ ભારતની મોટી કંન્સલ્ટિંગ, ટેક્નોલોજી અને આઉટસોર્સિસ કંપનીઓમાંથી એક છે.

You might also like