30 દેશોનાં નેતાઓને ખવડાવાયું શાકભાજીનાં કચરામાંથી બનેલું ભોજન

સંયુક્ત રાષ્ટ્ર : સંયુક્ત રાષ્ટ્રનાં મહાસચિવ બાન કી મૂને વધેલા શાકભાજીમાંથી લંચ બનાવીને 30 દેશનાં નેતાઓનો પીરસ્યું હતું. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એજન્ડા પર આયોજીત વૈશ્વિક સમિટમાં આ ભોજન પીરસાયુ હતું. તેનાં દ્વારા સંદેશ આપવામાં આવ્યો કે કુલ ઉત્પાદનનો ત્રીજો ભાગ તો ખાધા વગરનો વેસ્ટ થઇ જાય છે અથવા તો વધે છે.

જેનાં કારણે ફેંકી દેવામાં આવે છે. બાન કી મુને પત્રકારોને જણાવ્યું કે અમારૂ ભોજન એવી વસ્તુઓમાંથી બનાવાયું છે નક્કર કચરો છે. તેનાં દ્વારા પર્યાવરણમાં મીથેન ગેસ ઉત્સર્જીત કરે છે. અત્રે નોંધનીય છે કે ગ્રીન હાઉસ અસર માટે તે મુખ્યરીતે જવાબદાર છે. ખાદ્ય ઉત્પાદન અને ખેતી માટે જવાબદાર ગ્રીન હાઉસની મોટો ભાગ ભજવે છે. જો કે દર વર્ષે એક ત્રીતીયાંશ ખાદ્ય પદાર્થ કોઇ પણ ઉપયોગ વગર બેકાર થઇ જાય છે. અથવા તો કચરામાં જતો રહે છે. 

આ ભોજન લેવામાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંકોઇસ હોલાંદેનો પણ સમાવેશ થાય છે. જો કે નરેન્દ્ર મોદીએ આ ખાવાનું નહોતુ ખાધુ કારણ કે તે કેલિફોર્નિયા ગયેલા હતા. ભોજનમાં જે સલાડ પીરસવામાં આવ્યુ્ં હતું તેને લેડફિલ સલાડ નામ આપવામાં આવ્યું હતું.આ સલાડને શાકભાજીની છાલ,બહારનાં પાંદડાઓ, બહારની ડંડીઓ,બર્ગર અને ફ્રાઇઝમાંથી વધેલી શાકભાજીમાંથી બનાવવામાં આવ્યું હતું. 

You might also like