સુરતઃ 3 વર્ષની માસૂમ બાળકીનું બિસ્કિટ અપાવવા બહાને કરાયું અપહરણ

સુરતઃ આપણી નજર સમક્ષ અવારનવાર નાની બાળકીઓ પર દુષ્કર્મ અને અપહરણ થયા હોવાનાં કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક ધૃણાસ્પદ કિસ્સો સુરત શહેરમાં બન્યો છે. શહેરનાં ઉધના વિસ્તારમાં 3 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાંની એક ઘટના સામે આવી છે.

આ મામલે બાળકીનાં પરિવારજનો દ્વારા ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે 30 વર્ષીય અજાણ્યાં શખ્સ સામે પોક્સો એકટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે, સોમવારનાં બપોરનાં સમયે બાળકી પોતાનાં પિતા સાથે ફરી રહી હતી. આ દરમ્યાન પિતાની નજર ચૂકવીને એક અજાણ્યો શખ્સ બાળકીનું અપહરણ કરીને ફરાર થઇ ગયાં હતાં.

બિસ્કીટ અપાવવાનાં બહાને તે શખ્સે બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મનો પ્રયાસ કરાયો હતો. ત્યાર બાદ બાળકી ઉધના રેલ્વે ટ્રેક પાસેથી બેભાન અવસ્થામાં મળી આવી હતી. બાળકીને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પરિવારજનો દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર્યા બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકીનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જો કે હાલમાં સુરત સિવિલ હોસ્પિટલમાં આ બાળકીની સારવાર ચાલી રહી છે.

You might also like