UKની ટેલિકોમ કંપનીનો રેકોર્ડ હેક : વિપ્રો 3 કર્મચારીની ધરપકડ

બેંગ્લોર : વિપ્રોનાં ત્રણ કર્મચારીઓ કોલકાતામાં એરેસ્ટ થઇ ચુક્યા છે. ત્રણે પર ઇંગ્લેન્ડનાં ટેલિકોમ ક્લાયન્ટ ટોકટોકનાં કસ્ટમરનાં રેકોર્ડની સુરક્ષામાં છીંડા પાડવાનો આરોપ છે. આ કેસ સામે આવ્યા બાદ દિગ્ગજ આઇટી કંપની વિપ્રોને ઘણુ નુકસાન થઇ શકે છે. ટોકટોકનાં પ્રવક્તાએ કહ્યું કે કંપની વિપ્રોની સાથે પોતાનાં સંબંધો અંગે નવેસરથી વિચાર કરી રહી છે. અત્રે નોંધનીય છે કે ટોકટોક આઇટી કંપની વિપ્રો કંપનીની ક્લાઇન્ટ છે અને તેઓ આ કંપનીને પોતાનાં કોલસેન્ટર અંગેના કામ સોંપે છે.

16549 કરોડ રૂપિયાની કંપની છે ટોકટોક
– ટોકટોક ફિક્સ્ડ લાઇન બ્રોડબેન્ડ અને ટેલિફોન સર્વિસિઝ આપનારી મોટી કંપની છે.
– આ કંપનીનો રેવન્યુ 1.7 બિલિયન પાઉન્ડ (લગભગ 16549 કરોડ રૂપિયા) છે.
– ઓક્ટોબર મહિનામાં ટોકટોક સાઇબર હૂમલાનો ભોગ બની છે. જેનાં કારણે તેનાં પર્સનલ અને ફાઇનાન્સિયલ ડિટેઇલ્સની તપાસ કરવામાં આવી હતી.
– આ ડિટેઇલ્સમાં 1,57,000 ગ્રાહકોનાં બેક એકાઉન્ટની યાદી પણ ચોરાઇ ગઇ હતી.

1 ફેબ્રુઆરીએ સીઇઓનું પદ સંભાળવાનાં છે નિચવાલા
– નિમચવાલાએ કહ્યું કે પહેલા અમારે આ મુદ્દે સંપુર્ણ તપાસ કરવી પડશે.
– 1 ફેબ્રુઆરીનાં રોજ વિપ્રોનાં સીઇઓનું પદ સંભાળનારા હેન્ડ અબિદાલી નીમચવાલા
– ઇન્ડસ્ટ્રી એનાલિસ્ટ્સનું કહેવું છે કે નીમચવાલાને બીપીઓ ઓપરેશન પર આંતરિક નિયંત્રણોને વધારે કડક કરવા પડશે.
– શક્ય છે કે તેઓ વરિષ્ઠ અધિકારીઓની વિરુદ્ધ અનુશાસનિક કાર્યવાહી પણ કરે તેઝી ક્લાયન્ટની ચિંતાઓ દુર થઇ શકે.
– પોતાના પ્રતિદ્વંદી કંપનીઓથી પાછળ ચાલી રહેલ વિપ્રો માટે અત્યારનો સમય ગ્રોથરેટ વધારવાનો છે.

You might also like