શારજહાંમાં રોડ અકસ્માતમાં 3 ભારતીય વિદ્યાર્થીઓના મોત

દુબઇ: સંયુક્ત અરબ અમીરાત (યૂએઇ)ના શારજહાં શહેરમાં એક કાર અને એક અન્ય વાહન વચ્ચે શનિવારે થયેલી ટક્કરમાં ત્રણ ભારતીય વિદ્યાર્થીના મોત નિપજ્યા છે. મૃત્યું પામેલા વિદ્યાર્થી કારમાં સવાર હતા. આ અકસ્માત શનિવારે વહેલી સવારે અલ ધાયદ અલ મદામ રોડ થયો હતો.

‘ગલ્ફ ન્યૂઝ’ના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અશ્મિદ અશરફ, મોહમંદ શિફમ અને મોહમંદ શુનૂબ થોડા દિવસોની રજા માણ્યા બાદ દુબઇ પરત ફરી રહ્યાં હતા., પરંતુ રસ્તામાં જ અકસ્માત સર્જાયો હતો. ત્રણેય વિદ્યાર્થીઓ કેરલના રહેવાસી હતા.

ત્રણ વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માતમાં બીજા વાહનનો ડ્રાઇવર ઇજા પહોંચી હતી અને તેને નજીકના હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો હતો.

પૂર્વી વિસ્તારના કાર્યવાહક પોલીસ નિર્દેશક કર્નલ હારન મુબારક અલ જાજઇએ કહ્યું કે જે કારમાં વિદ્યાર્થીઓ સવર હતા, તેના લીધે જ અકસ્માત સર્જાયો હતો. કર્નલ જાજઇએ કહ્યું કે વિદ્યાર્થીઓની કાર પ્રતિબંધિત વિસ્તારમાંથી રોડ પર આવ્યા અને બીજા વાહન સાથે ટકરાઇ ગયા.

કોઝીકોડનો રહેવાસી અશરફ અને કન્નૂરનો રહેવાસી શિફમ દુબઇની મિડિલસેક્સ યૂનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. શુનૂબ પણ કોઝીકોડનો રહેવાસી હતો. કેરલ મુસ્લિમ સાંસ્કૃતિક સમુદાય ત્રણેય વિદ્યાર્થીઓના શબને કેરલ મોકલવાનો પ્રયત્ન કરી રહી છે. દુબઇની મિડિલસેક્સ યૂનિવર્સિટીએ પોતાના ત્રણેય વિદ્યાર્થીના મોત પર શોક વ્યક્ત કર્યો હતો.

You might also like