અમદાવાદમાં ત્રણ વ્યક્તિનાં અપમૃત્યુ

અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારમાં અપમૃત્યુની ત્રણ ઘટના બની છે. જેમાં એક યુવાને અાત્મહત્યા કરી હતી જ્યારે બે વ્યક્તિના અકસ્માતે દાઝી જવાથી મોત થયાં હતાં. પોલીસે અા અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે. અાંબેડકર બ્રિજ નીચે સાબરમતી નદીમાં અાજે સવારે એક લાશ તરતી હોય ફાયરબ્રિગેડના જવાનોએ લાશને બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલ મોકલી અાપી હતી. પોલીસ તપાસમાં અા યુવાન મણિનગરનો હોવાનું અને તેનું નામ રવિ દિનેશભાઈ હોવાનું જાણવા મળ્યું છે.

અા ઉપરાંત ખાડિયામાં અાવેલી પીપરડી પોળમાં રહેતી રીમા ઘોષ નામની ૧૮ વર્ષીય યુવતીનું રસોઈ બનાવતી વખતે અકસ્માતે દાઝી જતાં વીએસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું, તેમજ ઈસનપુરમાં રહેતા શિવકુમાર જુગલકિશોર શર્માનું ચિરિપાલ ગ્રૂપ વિશાલ ફેબ્રિક નામની કંપનીમાં કામ કરતી વખતે અકસ્માતે દાઝી જતાં તેનું પણ મોત થયું હતું.

You might also like