પાર્ક સ્ટ્રીટ ગેંગરેપ કાંડમાં ત્રણેય આરોપીઓને 10 વર્ષની સજા

કોલકાતા : બહુચર્ચિત સ્ટ્રીટ ગેંગરેપ મુદ્દે કોર્ટે ત્રણ આરોપી સુમિત બજાજ, રુમાન ખાન અને નાસિર ખાનને 10-10 વર્ષની સજા ફટકારી છે. આ મુદ્દે મુખ્ય આરોપી કાદેર ખાન તથા એક અન્ય આરોપી મો. અલી હજી પણ ફરાર છે. બંન્નેની ધપકડ કરવા માટે રેડ કોર્નર નોટિસ ઇશ્યુ કરવામાં આવે છે. જો કે પાર્ક સ્ટ્રીટ ગેંગરેપ કાન્ડનો ખુલાસો થયા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે ઘઠનાં કાલ્પનિક છે. તેમણે બળાત્રાક થવા અંગે જ શંકા વ્યક્ત કરી હતી. પરંતુ ગુરૂવારે ફાસ્ટટ્રેક કોર્ટેનાં જજ સંજીવ ભટ્ટાચાર્યેએ કહ્યું કે પુરાવા અને સાક્ષીઓનાં આધારે નક્કી થાય છે કે પીડિતા સાથે બળાત્કાર થયો છે.
ઘટના સમયે દમયંતી સેન કોલકાતા ગુપ્ત પોલીસનાં પ્રમુખ હતા. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે 5 ફેબ્રુઆરી અડધી રાત્રે કાંઇક તો થયું જ હતું. આ ટીપ્પણીનાં કારણે તેને મુખ્યમંત્રીનાં ગુસ્સાનો ભોગ પણ બનવું પડ્યું હતું. આ ટીપ્પણી બદલ તેની તુરંત જ ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી અને મહત્વહીન પોસ્ટ બેરકપુર ખાતે મોકલી દેવાયા હતા. કારણ માત્ર એટલું કે મુખ્યમંત્રીએ જે ઘટનાને કાલ્પનીક ગણાવી તે ઘટનાને તથ્ય સાથેની ઘટના ગણાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે તત્કાલીન પોલીસ પ્રમુખ પચનંદાએ પણ કહ્યું હતું કે આ તથ્યહિન ઘટનાં છે. સરકારને બદનામ કરવા માટેનું એક ષડયંત્ર છે. ગુરૂવારે ત્રણેય આરોપીઓને દોષીત જાહેર કરીને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જો કે સૌથી કરૂણ બાબત છે કે આ ચુકાદો સાંભળવા માટે પીડિત યુવતી જીવીત નથી. મેલિગમેન્ટ મેલેરિયાનાં કારણએ તેનું 13 માર્ચે જ મૃત્યુ થયું હતું.

You might also like