દાઉદના પાકિસ્તાનમાં 9માંથી 3 ઘરના એડ્રેસ નિકળ્યા ખોટા

ઇસ્લામાબાદ: સંયુક્ત રાષ્ટ્રએ આજે એક અહેવાલમાં જણાવ્યું છે કે ભારત દ્રારા Pakistan માં અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના જે નવ સરનામા બતાવ્યા હતા તેમાંથી ત્રણ સરનામા ખોટા નીકળ્યા છે.સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અલ કાયદા પ્રતિબંધ સમિતિ દ્રારા જે સરનામા હટાવાયા છે તેમાં ઇસ્લામાબાદ સ્થિત રાજદૂત મલીહા લોધીનું સરનામુ છે.

ઉપરાંત ભારતે આપેલા અન્ય છ સરનામાને સંયુકત રાષ્ટ્ર શોધી શક્યું નથી.ભારતે જણાવ્યું હતું કે આ નવ સરનામા ઉપર વારંવાર દાઉદની અવર જવર રહેતી હોય છે. સુરક્ષા પરિષદની અલ કાયદા પ્રતિબંધિત સમિતિએ આ માહિતીનું સંશોધન કર્યું હતું.

વર્ષ ૧૯૯૩ દરમ્યાન મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં દાઉદ ઈબ્રાહીમનો હાથ હતો. ભારતના એક સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર દાઉદના ત્રણ સરનામા ખોટા નીકળ્યા છે જેમાં એક સરનામું રાજદૂત મલીહા લોધીનું હતું.

ભારત દ્વારા ગયા ઓગસ્ટ મહિનામાં તૈયાર કરવામાં આવેલા ડોજીયરમાં દાઉદના નવ સરનામા સામેલ કરવામાં આવ્યા હતા.આ ડોજીયરના કારણે એ વાત સાબિત થઇ હતી કે દાઉદ પાકિસ્તાનમાં જ હાજર છે.જો કે પાકિસ્તાન આ વાતનો હંમેશાથી વિરોધ કરતુ આવ્યું છે કે દાઉદ પાકિસ્તાનમાં છે.

પાકિસ્તાનમાં દાઉદના રહેઠાણોની માહિતી બે વર્ષ પહેલા તૈયાર કરવામાં આવેલા ડોજીયરમાં છે જેને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સરતાજ અજીજ ને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સોંપવાના હતા.આ ડોજીયરમાં એક સરનામું પાકીસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી બેનજીર ભુટ્ટોના પુત્ર બિલાવલ ભુટ્ટો ઝરદારીના કરાચી સ્થિત ઘરની નજીક હતું. ડોજીયરમાં જણાવાયુ છે કે દાઉદ પાકિસ્તાનમા વારંવાર પોતાના સરનામા બદલાતો રહેતો હોય છે.ઉપરાંત તે પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓની સુરક્ષા હેઠળ જ આવન જાવન કરે છે.

You might also like